Aapnu Gujarat
ગુજરાત

વાર્ષિક પ૦ હજાર ટ્રકની ઉત્પાદન ક્ષમતા ધરાવતો પ્લાન્ટ કચ્છમાં શરૂ થશે

ટ્રિટોન ઇલેકટ્રીક વ્હીકલ એલ.એલ.સી અને ગુજરાત સરકાર વચ્ચે આ ઇલેકટ્રીક કોમર્શિયલ વ્હીકલ પ્રોડક્શન માટેનો પ્લાન્ટ ની સ્થાપના માટેના એમ.ઓ.યુ. થયા છે. ૧ર૦૦ કરોડના રોકાણ સાથે ટ્રિટોન ઇલેકટ્રીક વ્હીકલ આ પ્લાન્ટ ગુજરાતમાં કચ્છ-ભૂજ ખાતે શરૂ કરશે. ટ્રિટોન ઇલેકટ્રીક વ્હીકલ પોતાના આ ૬૪પ એકર વિસ્તારમાં પથરાયેલા પ્લાન્ટમાં વાર્ષિક પ૦ હજાર ટ્રકની ઉત્પાદન ક્ષમતા ધરાવતો પ્લાન્ટ શરૂ કરશે.
એટલું જ નહિ, ચેસિસ અને કેબિન, રોબોટિક પેઇન્ટ શોપ, ચેસિસ સબ એસેમ્બલી અને ક્વોલિટી એસ્યોરન્સ તથા મટિરિયલ ટેસ્ટીંગ લેબ જેવી ઇન હાઉસ ફેસેલીટીઝ પણ તેઓ ઊભી કરવાના છે.
ટ્રિટોન દ્વારા વર્લ્ડકલાસ સેફટી અને ફંકશનાલિટીઝ સાથે શ્રેષ્ઠ લોંગ રેંજ ઇલેકટ્રીક વ્હીકલ વિકસાવવામાં આવી રહ્યા છે.યુ.એસ.એ માં ટ્રિટોન દ્વારા ઇલેકટ્રીક સેમી ટ્રક, એસ.યુ.વી, ઇલેકટ્રીક સેડાન, ડિફેન્સ ઇલેકટ્રીક વ્હીકલ અને ઇલેકટ્રીક રિક્ષાનું ઉત્પાદન કરવામાં આવે છે. તેઓ ગુજરાતના ભૂજમાં પોતાનો પ્લાન્ટ સ્થાપવા જઇ રહ્યા છે તે અંગેના એમ.ઓ.યુ તેમણે ગુજરાત સરકાર સાથે કર્યા બાદ
રાજ્ય સરકાર આ પ્લાન્ટની સ્થાપના માટેની જરૂરી પરવાનગીઓ, મંજૂરીઓ અને નોંધણી પ્રક્રિયાઓમાં પ્રવર્તમાન નીતિ-નિયમો અનુસાર સહાયક બનશે.

Related posts

બસ મથકો પર એરપોર્ટ જેવી સુવિધા વિકસાવી : રુપાણી

editor

સાયરા ગામની દલિત પિડિત પરિવારની મુલાકાત લેતા બોડેલી બાર એસોસિએશનના પ્રમુખ

aapnugujarat

નરોડા પાટિયા કેસમાં ચાર દોષિતને જામીન મળ્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1