Aapnu Gujarat
શિક્ષણ

વિરમગામની નીલકી પ્રાથમિક શાળામાં ગણીત વિજ્ઞાન પ્રદર્શન યોજાયુ

શાળાના બાળકો વિજ્ઞાન તથા ગણીત પ્રત્યે રસરૂચી દાખવતા થાય તેવા હેતુથી ૧૯/૦૯/૧૮ને બુધવારના રોજ વિરમગામ તાલુકાના કાલીયાણા ક્લસ્ટરની તમામ પ્રાથમિક શાળાઓનુ નીલકી પ્રાથમિક શાળા ખાતે ગણીત વિજ્ઞાન પ્રદર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતુ. ધાકડી પ્રાથમિક શાળીની વિદ્યાર્થીની મિનાક્ષી મકવાણાના હસ્તે દિપપ્રાગટ્ય કરીને ગણીત વિજ્ઞાન પ્રદર્શનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ગણીત વિજ્ઞાન પ્રદર્શનમાં વિવિધ પાંચ વિભાગમાં કુલ ૧૦ કૃતિઓ રજુ કરવામાં આવી હતી. જેમાં પસંદ થયેલ શ્રેષ્ઠ કૃતિને શિલ્ડ તથા પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. વિવિધ શાળાના વિદ્યાર્થીઓ, ગ્રામજનોએ ઉત્સાહભેર પ્રદર્શન નિહાળ્યુ હતુ. આ ગણીત વિજ્ઞાન પ્રદર્શનને સફળ બનાવવા માટે વિવિધ શાળાના શિક્ષકો,બીઆરસી, વિદ્યાર્થીઓએ જહેમત ઉઠાવી હતી.

તસવીરઃ- વંદના નીલકંઠ વાસુકિયા

Related posts

છાત્ર યુવા સંઘર્ષ સમિતિએ ભાવનગર યુનિ.ને પરીક્ષા મોકુફ રાખવા કરી અપીલ

editor

सीबीएसई बोर्ड के एडमिट कार्ड ५ फरवरी को मिलेगा : मार्च महिने में कक्षा १०-१२ की परीक्षाएं होगी

aapnugujarat

ઓસ્ટ્રેલિયાના સ્ટુડન્ટ વિઝાની અરજીઓ રિજેક્ટ થવા લાગી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1