Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

૨૦૧૯માં પટના સાહિબ બેઠક પરથી શત્રુઘ્નનું પત્તુ કપાશે

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને બિહારમાં રાજકીય હલચલ શરૂ થઈ ગઈ છે. એનડીએમાં ઉમેદવારોની જાહેરાત પણ ટૂંક સમયમાં થનાર છે. તાજેતરમાં જ ભાજપ અને જેડીયૂ વચ્ચે બેઠકોની ફાળવણીનો ફોર્મ્યૂલા લગભગ ઘડાઈ ગયો છે. બાકીની કેટલીક બેઠકો પર ચર્ચા-વિચારણાઓ તેજ બની છે. આ બેઠકોમાં એક બેઠક પટના સાહિતની છે. વર્તમાનમાં પટના સાહિબ બેઠક પરથી ભાજપના નેતા શત્રુઘ્ન સિન્હા સાંસદ છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી શત્રુઘ્ન પોતાની જ પાર્ટી ભાજપ વિરૂદ્ધ શિંગડાં ભરાવ્યાં છે. એવી સ્થિતિ સ્પષ્ટ થઈ ચુકી છે કે, ૨૦૧૯માં પટના સાહિબ બેઠક પરથી શત્રુઘ્ન સિન્હા નહીં લડે. ભાજપના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આ બેઠક પરથી સુશીલ કુમાર મોદીને મેદાનમાં ઉતારવામાં આવી શકે છે.
૨૦૧૪ની લોકસભાની ચૂંટણી બાદ શત્રુઘ્ન સિન્હાને કેબિનેટમાં સમાવવામાં આવ્યા નહોતા, જેને લઈને તેમણે જાહેરમાં પોતાની નારાજગી જાહેર કરી હતી.  આ ઉપરાંત કોઈ જ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં પણ તેમનું નામ સ્ટાર પ્રચારકના રૂપમાં સામેલ કરવામાં આવ્યું નહોતું. ત્યાર બાદ તો સિન્હા રીતસરની ભાજપની સામે જ પડ્યાં હતાં. છેલ્લા એક વર્ષથી તે ભાજપ વિરૂદ્ધ બોલવાનો એક પણ મોકો છોડતા નથી.  જોકે, લોકસભાની ચૂંટણી નજીક હોવા છતાંયે શત્રુઘ્ન સિન્હાએ પણ સત્તાવાર રીતે કોઈ જાહેરાત કરી નથી કે તે ભાજપમાંથી ચૂંટણી લડશે કે તેની વિરૂદ્ધ.
જોકે, તેમણે આડકતરો ઈશારો જરૂર કર્યો છે કે, તેઓ કોઈ અન્ય પાર્ટીમાં શામેલ થઈ શકે છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી આરજેડી સાથે નીકટતા કેળવી રહ્યાં છે. જેથી શત્રુઘ્ન સિન્હા ૨૦૧૯માં આરજેડી તરફથી મેદાને પડે તેવા શંકેત મળી રહ્યાં છે. જોકે, શત્રુઘ્ન એ સ્પષ્ટ કરી ચુક્યાં છે કે, તેઓ ૨૦૧૯માં પટના સાહિત પરથી જ ચૂંટણી લડશે. તો બીજી તરફ ભાજપ તરફથી પણ લગભગ સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે, શ અત્રુઘ્નને ટિકીટ નહીં જ આપવામાં આવે. આ બેઠક પરથી અનેક નામો પણ સામે આવી રહ્યાં છે. પરંતુ ભાજપના સૂત્રોનું કહેવું છે કે, આ બેઠક પરથી ભાજપના વરિષ્ઠ નેતા સુશીલ મોદીને મેદાને ઉતારવામાં આવી શકે છે.

Related posts

હાઇપરલૂપ દ્વારા પરિવહન ગતિને વધારવા માટે તૈયારી

aapnugujarat

વેક્સિન લીધા બાદ શરીરમાં પેદા થઇ ચુંબકીય શક્તિ

editor

पाकिस्तान के साथ क्रिकेट सीरीज से सरकार का इन्कार

aapnugujarat

Leave a Comment

UA-96247877-1