Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

નોકરીનો વરસાદ થશે : અઢી કરોડ લોકોને નોકરીની તક મળશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારની ટિકા રોજગારીને લઇને હાલમાં થઇ રહી છે. યુવાનોને પુરતા પ્રમાણમાં રોજગારી મળી રહી નથી. બેરોજગારીનો આંકડો રેકોર્ડ ગતિથી વધી રહ્યો છે. આ પ્રકારના આક્ષેપો સરકાર પર થઇ રહ્યા છે ત્યારે હાલમાં જ જારી કરવામાં આવેલા એક હેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે મોદી સરકાર યોગ્ય દિશામાં વધી રહી છે જેથી આગામી દિવસોમાં જુદા જુદા સેક્ટરમાં વ્યાપક રીતે નોકરીની તક સર્જાશે. યુવાનોની નિરાશા દુર થઇ શકશે. સરકાર દ્વારા મેક ઇન ઇન્ડિયા, સ્ટાર્ટ અપ ઇન્ડિયા, ડિજીટલ ઇન્ડિયા અને સ્કીલ ઇન્ડિયા જેવા પ્રોગ્રામ ચલાવવામાં આવી રહ્યા છે. આ તમામ પ્રોગ્રામના કારણે વધારે તક મળનાર છે. વિદેશી રોકાણ માટે પણ ચિત્ર સારુ ઉપસી રહ્યુ છે. વિદેશી પ્રવાસીઓ ભારતમાં હાલના વર્ષોમાં વધારે આવ્યા છે. જેથી પણ સ્થિતી સુધરી રહી છે. જે વિસ્તારમાં વધારે પ્રવાસીઓ પહોંચી રહ્યા છે ત્યાં સ્થાનિક લોકોને રોજગારી મળી રહી છે. બીજી બાજુ દેશમાં હાલમાં મોટા પાયે માર્ગ પ્રોજેક્ટો અને ઇન્ફ્રાસ્ટકચર કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે. જેના લાભ થઇ રહ્યા છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં રોજગારની સમસ્યાને લઇને સરકાર પર પ્રહારો કરવામાં આવી રહ્યા છે. હકીકતમાં આઇટી સહિત કેટલાક સેક્ટરમાં છટણી બાદ દરરોજ આ વાત ઉઠી રહી છે કે રોજગારના મોરચે સરકારનો દેખાવ સંતોષજનક રહ્યો નથી. સરકાર સામે આવા નકારાત્મક પ્રહારો થઇ રહ્યા છે ત્યારે નવેસરના અહેવાલમા દાવો કરવામાં આવ્યો છે કે આગામી દસ વર્ષમાં માત્ર ત્રણ જ સેક્ટરમાં આશરે અઢી કરોડ નોકરીની તક સર્જાનાર છે. આ રિપોર્ટના તારણ મોદી સરકારને રાહત આપી શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ભારતની અર્થવ્યવસ્થા ચીન કરતા બિલકુલ અલગ છે. ચીન માત્ર નિકાસ પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે. જ્યારે ભારતમાં ૫૫ કરોડનુ ગ્રાહક બજાર છે જેના પરિણામસ્વરૂપે દુનિયાભરની કંપનીઓ ભારતમાં આવી રહી છે. સાથે સાથે નોકરીનો વરસાદ તનાર છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતમાં ઇ-કોમર્સ સેક્ટરમાં સૌથી વધારે નોકરીની તક સર્જાનાર છે. આ સેક્ટરમાં આગામી દસ વર્ષમાં આશરે ૧.૨ કરોડ નોકરીની તક સર્જાનાર છે. આ રીેતે દર વર્ષે આશરે ૧૨ લાખ અને દર મહિને એક લાખ નોકરીની તક સર્જાનાર છે. રિપોર્ટમા દાવો કરવામાં આવ્યો છે કે ભારતમાં ૫૫ કરોડ લોકોના ગ્રાહક વર્ગના કારણે વિશ્વની કંપનીઓ તેમના પર ધ્યાન કેન્દ્રિત કરનાર છે. આ જંગી વર્ગના કારણે ભારતમાં આવવા વિશ્વની કંપનીઓને ફરજ પડનાર છે. જેના પરિણામસ્વરૂપે મેન્યુફેકચરિગ સેક્ટરમાં અનેક નોકરીની તક મળનાર છે. આવનાર સમયમાં ભારતમાં હાઇલી સ્કિલ્ડ લોકોની માંગ વધારે રહેનાર છે. વિદેશમાં પણ ભારતીય કુશળ લોકોની માંગ જોવા મળનાર છે. આના કારણે ભારત આગામી દસ વર્ષમાં દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા તરીકે ઉભરીને સપાટી પર આવનાર છે. હેલ્થ, એજ્યુકેશન, અને ઇ-કોમર્સના ક્ષેત્રમાં ૨.૪ કરોડ લોકો માટે નોકરીની તક સર્જાનાર છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે એજ્યુકેશનના ક્ષેત્રમા ંપણ વ્યાપક તક મળનાર છે. રિપોર્ટ મુજબ જેમ જેમ અર્થવ્યવસ્થા આગળ વધશે તેમ તેમ આગામી દસ વર્ષમાં બન્ને સેક્ટરમાં મળીને ૧.૨ કરોડ લોકોને નોકરી મળનાર છે. તમામ ક્ષેત્રમાં નોકરીની વ્યાપક તક રહેલી છે. હાલમાં વૈશ્વિક સ્તર પર મંદી રહી છે ત્યારે ભારત માટે આ સારા સમાચાર છે. કેટલાક રાજ્યોમાં વિધાનસભાની ચૂટણી આ વર્ષે જ યોજાનાર છે. સાથે સાથે આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે મોદી માટે આ મોટો પડકારરૂપ પ્રશ્ન છે.

Related posts

पंजाब में गरजे राहुल, कहा – सरकार बनने पर वापस होंगे तीनों कृषि कानून

editor

મોદી સરકાર નાના મકાનોને જીએસટીમાંથી મુક્તિ સંપૂર્ણ મુક્તિ આપવાની તૈયારીમાં

aapnugujarat

સુપ્રિમ કોર્ટે પ્રવાસી મજૂરો માટે વ્યવસ્થા કરવા નિર્દેશ આપ્યા

editor

Leave a Comment

UA-96247877-1