ઓસ્કર વિજેતા અભિનેત્રી જેનિફર લોરેન્સનો પોલ ડાન્સ કરતો એક વીડિયો ઇન્ટરનેટ પર લીક થયો છે. રડાર નામના એક ઓનલાઇન ન્યૂઝ પોર્ટલે સૌથી પહેલા આ વીડિયોને રિલીઝ કર્યો હતો અને ત્યાર બાદ તેને ઇન્ટરનેટ પર વાયરલ કર્યો હતો.આ વીડિયો ન્યૂઝ પોર્ટલે ગુરુવારે મોડી રાત્રે ઇન્ટરનેટ પર મૂક્યા બાદ ગણતરીની મિનિટોમાં તે વાયરલ થયો હતો. લોરેન્સનો આ વીડિયો ઓસ્ટ્રેલિયાના વિયેનામાં લોરેન્સના મિત્રની બર્થડે પાર્ટીનો વીડિયો છે. જેનિફર નશામાં ધૂત હતી અને તે શ્વાનની જેમ ચાલીને નાચી અને ઝૂમી રહી હતી. જેનિફર સ્ટ્રીપર પોલ પર પોતાના ડાન્સને એન્જોય કરી રહી હતી.જેનિફરે આ બાબતે જણાવ્યું હતું કે મારા બેસ્ટ ફ્રેન્ડની બર્થડે પાર્ટીમાં મનમૂકીને નાચી છું. જેનો મને અફસોસ નથી અને હું આ બાબતે માફી માગવા માટે બંધાયેલી નથી. માત્ર મસ્તીના મૂડમાં હું હતી અને મેં એ પાર્ટીને ખૂબ જ એન્જોય કરી છે. હું સારી ડાન્સર પણ છું તે મને આ વીડિયો જોયા બાદ ખબર પડી
પાછલી પોસ્ટ