Aapnu Gujarat
મનોરંજન

કંગનાની દરિયાદિલી, યોગગુરૂને દક્ષિણામાં આપ્યો કરોડોનો ફ્લેટ

બોલિવૂડ અભિનેત્રી કંગના રનોટ હંમેશા પોતાની ફિલ્મો અને બેબાક નિવેદનો માટે ચર્ચામા રહે છે પરંતુ ઘણી વાર તે એવા કામ કરી જાય છે જેના કારણે તેના ફેન ખુબ જ ખુશ થાય છે.
બોલિવૂડમાં ડેબ્યૂ પહેલા કંગનાની મુલાકાત જુહૂમાં એક વ્યક્તિ સાથે થઇ હતી, તેમની જિમનાસ્ટિક દેખીને કંગના તેમનાથી ખુબ જ પ્રભાવિત થઇ હતી. જેથી કંગનાએ તરત જ તેમના પોતાના ગુરૂ બનાવી લીધા હતા અને ત્યારેથી જ તે તેમની પાસેથી યોગા શીખી રહી છે. કંગનાનાં આ ગુરૂનું નામ સુર્ય નારાયણ સિંહ છે.
મીડિયા રિપોર્ટ અનુસાર, કંગનાએ આ ફ્લેટ નારાયણ સિઁહને ગુરૂ દક્ષિણામાં આપ્યો છે. બતાવવમાં આવી રહ્યું છે કે, કંગનાની દરેક સ્થિતિમાં નારાયણ સિંહે હંમેશા કંગનાનો સાથ આપ્યો છે. બદલમાં નારાયણ સિંહે કંગના પાસેથી કોઇ પણ પ્રકારની ઉમ્મીદ કે ડિમાન્ડ કરી ન હતી. જો કે કંગનાને પોતે લાગ્યુ હતું કે, તેને પોતાના યોગ ગુરૂ માટે કંઇ કરવુ જોઇએ.બતાવવામાં આવી રહ્યુ છે કે, કંગનાએ પોતાના યોગા ગુરૂને માત્ર ફ્લેટ જ ભેંટમાં નથી આપ્યો, પરંતુ તે તેમને આ ઘરમાં એક શાનદાર યોગ સેન્ટર બનાવવામાં પણ સંપૂર્ણ મદદ કરશે. આ યોગ સેન્ટરમાં પર્સનલ લોકરથી લઇ સ્વાસ્થ્ય સુવિધાઓ સુધીની સગવડ પર ધ્યાન આપવમાં આવશે.તમને જણાવી દઇએ કે, કંગના પોતે પણ ૨ કરોડ રૂપિયાના ફ્લેટમાં રહે છે અને આ પહેલા પણ તે પોતાની બહેનને લગ્નની ભેંટ સ્વરૂપે ફ્લેટ ભેંટમાં આપી ચૂકી છે.

Related posts

કલ્કીને પણ પગ જમાવવા માટે સંઘર્ષ કરવાની ફરજ

aapnugujarat

हर बार बीवी से माफी मांगता हूं : अनिल कपूर

aapnugujarat

મારા ૪૦થી ૫૦ હજાર ફોલોઅર્સ ઓછા થઇ રહ્યા છે : કંગના

editor

Leave a Comment

UA-96247877-1