Aapnu Gujarat
મનોરંજન

બીએમસીએ તોડ્યો અરશદ વારસીનો બંગલો

ફિલ્મ અભિનેતા અરશદ વારસીએ મ્યુનિસિપલ કૉર્પોરેશને મોટો ફટકો માર્યો છે. બીએમસીએ વરસોવામાં બની રહેલા અરશદનાં બંગલાનો એક તરફનો ભાગ તોડી દીધો છે.
બીએમસીને ખબર મળી કે આ બંગલામાં એક ફ્લોર ગેરકાયદેસર રીતે બનાવવામાં આવ્યો છે.
બીએમસીને ચાર વર્ષ પહેલા આવી સૂચના મળી હતી. શનિવારે, બીએમસીએ એર ઈન્ડિયા કો-ઑપરેટિવ સોસાયટી (શાંતિ નિકેતન)નાં બંગલા નંબર-૧૦ પર નોટિસ ચોંટાડી દીધી હતી. તેમાં બંગલાનાં માલિક અરશદ વારસીને ગેરકાયદેસર કરેલું બાંધકામ હટાવી દેવા માટે ૨૪ કલાકનો સમય આપવામાં આવ્યો હતો.
અરશદે આ સૂચનાનો કોઈ જવાબ બીએમસીને કાયદાકીય રીતે આપ્યો નહીં. જ્યારે સિવિક અધિકારીઓ બંગલા પર પહોંચ્યા તો બંગલો બંધ હતો, તેથી તેમણે થોડી-ઘણી જ તોડફોડ કરી.પોતાનાં બંગલાનાં બીજા માળ પર અરશદે ૧૩૦૦ સ્કવેર ફૂટની ગેરકાયદેસરની જગ્યા પર ગેરકાયદેસરનું બાંધકામ કર્યું છે. બીએમસીનાં અધિકારીઓએ કહ્યું કે તેઓ અરશદ અને તેની પત્ની મારિયાને વધુ એક નોટિસ મોકલશે, જેમાં ગેરકાયદેસરનું બધુ જ બાંધકામ હટાવી દેવા માટેની સ્પષ્ટતા કરવામાં આવશે. અથવા તો બાંધકામ હટાવી લેવા માટે અધિકારીઓને બંગલાની અંદર જવા માટેની મંજૂરી આપવામાં આવે.
અરશદ વારસી અને તેની પત્ની મારિયા વિરુદ્ધ તેમની જ સોસાયટીનાં લોકોએ ફરિયાદ કરી હતી. ૨૦૧૩માં જ્યારે બીએમસીએ આ બાંધકામ તોડવા માટેની વાત કરી, તો અરશદે કોર્ટ પાસેથી સ્ટે લઈ લીધો. તાજેતરમાં જ કોર્ટે સ્ટે હટાવી લીધો છે.

Related posts

મુબારકા ફિલ્મ સફળ રહેતા અથિયા ખુશ

aapnugujarat

સની લિયોન તમિળ, તેલુગુમાં પણ હશે

aapnugujarat

नहीं निभा रही हूं अमृता प्रीतम का किरदार : तापसी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1