Aapnu Gujarat
મનોરંજન

સની લિયોન તમિળ, તેલુગુમાં પણ હશે

બોલિવુડમાં સેક્સી ઇમેજના કારણે જોરદાર લોકપ્રિયતા ધરાવનાર અને અનેક ફિલ્મોમાં રોમાંચક આઇટમ સોગ કરીને તમામને રોમાંચિત કરી ચુકેલી સની લિયોનની લોકપ્રિયતા આજે ભારતમાં પણ ચરમસીમા પર છે. તેને પસંદ કરનાર લોકોની સંખ્યા સતત વધી રહી છે. સની લિયોનના ચાહકો માટે હવે સારા સમાચાર છે. કારણ કે તે માત્ર હિન્દી ફિલ્મોમાં જ નહી બલ્કે તમિળ, મલયાલમ અને તેલુગુ ફિલ્મમાં પણ કામ કરવા ઇચ્છુક છે. આ તમામ ફિલ્મો વતી તેને ઓફર આવી રહી છે. પ્રાપ્ત અહેવાલ મુજબ તેને મોટી ફિલ્મ હાથ લાગી છે. તે વર્ષ ૨૦૧૨માં રજૂ કરવામાં આવેલી પંજાબી ફિલ્મ જટ્ટએન્ડ જુલિયટની હિન્દી રીમેકમાં કામ કરનાર છે. જેમાં તે મનીશ પૌલ સાથે દેખાશે. સની લિયોનનુ કહેવુ છે કે ગેજેટ્‌સને તે હમેંશા પસંદ કરે છે. જે રીતે ઓટોમોબાઇલ, ગેજેટ્‌સ અને ઇલેક્ટ્રોનિક ક્ષેત્રમાં પ્રગતિ જોવા મળી રહીછે તે જોતા આગામી દિવસોમાં સ્થિતી વધારે સારી બની શકે છે. સની લિયોને કહ્યુ છે કે તેને ઝડપથી દોડનાર કાર, સ્પોર્ટસ બાઇક અને ગેજેટ્‌સ ખુબ પસંદ છે. સની લિયોન બોલિવુડમાં પોતાની ફિલ્મોને લઇને ખુબ આશાવાદી છે.
સની લિયોન બોલિવુડમાં તમામ ટોપ સ્ટાર સાથે કામ કરી ચુકી છે. જેમાં શાહરૂખ ખાનનો પણ સમાવેશ થાય છે. શાહરૂખખાનની રઇસ ફિલ્મમાં તે આઇટમ સોંગમાં નજરે પડી હતી. લૈલા મૈ લૈલા આઇટમ સોંગે ભારે ધુમ મચાવી હતી. આ ઉપરાંત પણ તે કેટલીક ફિલ્મોમાં કામ કરી ચુકી છે. સની લિયોન બોલિવુડ ફિલ્મોમાં લાંબા સમય સુધી કામ કરવા માટે આશાવાદી છે. તમામ લોકો જાણે છે કે સની લિયોન બિગ બોસ મારફતે ભારતમાં આવી હતી.

Related posts

नागपुर मर्डर केस के जरिए तापसी का कबीर सिंह पर तंज

aapnugujarat

મહિલા હોવાનો ફાયદો ઉઠાવી રહી છે કંગના : સોનુ સુદ

aapnugujarat

જેક્લીન બાદ સેક્સી ઉર્વશી પોલ ડાન્સ માટે સજ્જ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1