Aapnu Gujarat
મનોરંજન

જેક્લીન બાદ સેક્સી ઉર્વશી પોલ ડાન્સ માટે સજ્જ

રેસ-૩ ફિલ્મમાં જેક્લીન પોલ ડાન્સ કરવા માટેની તૈયારીમાં છે. બીજી બાજુ સેક્સી સ્ટાર ઉર્વશી રોટેલા પણ તેની આગામી ફિલ્મ હેટ સ્ટોરી-૪માં પોલ ડાન્સ કરવા માટેની તૈયારી કરી રહી છે. તે આ ફિલ્મમાં પોલ ડાન્સ કરવા માટેની ટ્રેનિંગ હાલમાં લઇ રહી છે. મિસ દિવા રહેલી ઉર્વશી માત્ર ખુબસુરત જ નહી બલ્કે પોતાની ડાન્સિંગ કુશળતાને પણ ફેલાવી રહી છે. રિતિક રોશનની ફિલ્મ સારા જમાના હસીનો કા દિવાના જેવા આઇટમ નંબર પર પોતાના ડાન્સના કારણે ભારે લોકપ્રિયતા મેળવી લેનાર ઉર્વશી હવે હેટ સ્ટોરી-૪ ફિલ્મમાં કામ કરવા જઇ રહી છે. જેમાં તે જોરદાર પોલ ડાન્સ કરનાર છે. આ ફિલ્મમાં તે આંશિક બનાયા આપને ગીતમાં પોલ ડાન્સ પર ઝુમતી નજરે પડનાર છે. પોતાના પોલ ડાન્સને શ્રેષ્ઠ બનાવવા માટે તે પ્રોફેશનલ્સ ડાન્સરો પાસેથી ટ્રેનિંગ લઇ રહી છે. અને આ બેક ડાંન્સર્સ લંડનના કુશળ ડાન્સરો છે. ઉર્વશીએ વિધિવતરીતે પોલ ડાન્સિંગમાં ક્લાસીસ પણ કર્યા છે. તે ફિલ્મમાં અને ગીતમાં કુશળ નજેર પડે તે માટે ઉત્સુક છે. હેટ સ્ટોરી-૪ ફિલ્મ આ સિરિઝની ચોથી ફિલ્મ છે. અગાઉની ત્રણ ફિલ્મોને લોકપ્રિયતા મળી હતી. વિશાલ પંડ્યા દ્વારા નિર્દેશિત ફિલ્મ હેટ સ્ટોરી-૪ માં તેની સાથે ગુલશન ગ્રોવર પણ કામ કરી રહ્યો છે. ફિલ્મમાં કેટલાક સેક્સી સીન ઉમેરી દેવામાં આવ્યા છે. અગાઉની ફિલ્મમાં પણ સેક્સી સીન રાખવામાં આવ્યા હતા. આ તમામ સેક્સી સીન અને જોરદાર સંવાદના કારણે આ ફિલ્મને સરેરાશ સફળતા મળી હતી. હવે ઉર્વશી ફિલ્મમાં હોવાના કારણે ચાહકો ફિલ્મ તરફ ખેંચાય તેવી શક્યતા છે. ઉર્વશી ફિલ્મને લઇને આશાવાદી બનેલી છે.

Related posts

જ્યોર્જ ક્લુનીની પત્ની અમલ હાલ સગર્ભા : રિપોર્ટ

aapnugujarat

સિદ્ધાર્થ તેમજ જેક્લીન હાલ ફ્લેટની તપાસ કરી રહ્યા છે

aapnugujarat

ભણસાલી સાથે કોઇ ફિલ્મ રહી નથી : અનુષ્કા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1