Aapnu Gujarat
મનોરંજન

બડજાતિયાની નવી ફિલ્મમાં સલમાન ખાન ચમકશે નહીં

ફિલ્મ નિર્માતા સુજ બડજાત્યા પોતાની ફેમિલી ડ્રામા ફિલ્મ માટે તમામ ચાહકોમાં લોકપ્રિય રહ્યા છે. તેમના સલમાન ખાન સાથે પણ ખુબ જુના સંબંધ છે. તેમની તમામ ફિલ્મોમાં સલમાન ખાનની ખુબ મોટી અને મુખ્ય ભૂમિકા રહી છે. હમ આપ કે હે કૌન, મેને પ્યાર કિયા, હમ સાથ સાથ હે અને પ્રેમ રતન ધન પાયો જેવી મોટી ફિલ્મો સલમાનની સાથે બનાવ્યા બાદ સુરજ બડજાત્યા હવે નવી ફિલ્મ પર કામ શરૂ કરી ચુક્યા છે. પ્રાપ્ત હેવાલ મુજબ આ વખતે પ્રથમ વખત તેમની ફિલ્મમાં સલમાન ખાન કામ કરી નહીં શકે તેવી શક્યતા છે. કારણ કે સલમાન પાસે હાલમાં બિલકુલ સમય દેખાઇ રહ્યો નથી. પ્રેમ રતન ધન પાયો બાદ હવે સુરજ નવા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. રિપોર્ટ મુજબ વર્ષ ૨૦૧૯ સુધી સલમાન પાસે બિલકુલ સમય નથી. જેથી તેમને પોતાની ફિલ્મ માટે નવા અભિનેતાની શોધ કરવી પડશે. આ ફિલ્મ પરિવારમાં એકબીજાનુ અપમાન કરવા માટે ઉપયોગ કરવામાં આવતી ટકોર પર આધારિત રહેશે. બડજાત્યાને આ પટકથા પસંદ પડી છે. આ પટકથા ચાર પાત્ર અને તેમના પારસ્પરિક સંબંધ પર છે. ટુંક સમયમાં જ ફિલ્મના નિર્માણ કામની શરૂઆત કરવામાં આવશે. કલાકારોની પસંદગીની પ્રક્રિયા અંદર ખાને જારી હોવાના હેવાલ મળી રહ્યા છે. સલમાન હાલમાં રેસ-૩ ફિલ્મમાં વ્યસ્ત છે. ત્યારબાદ તે અલી અબ્બાસની ભારત છે. જે વર્ષ ૨૦૧૯માં ઇદ પર રજૂ કરાશે.સલમાન બોલિવુડમાં સૌથી મોટા સ્ટાર તરીકે ઉભરી આવ્યો છે. તેની છેલ્લે ટાઇગર જિન્દા હે ફિલ્મ રજૂ કરવામાં આવી હતી. જે બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા હાંસલ કરી ગઇ હતી. બોલિવુડની સૌથી સફળ ફિલ્મ તરીકે આ ફિલ્મ રહી હતી.

Related posts

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફ્રેમ ટપ્પુ અને બબીતા વચ્ચે ઈલુ… ઈલુ…

editor

સની લિયોન ચર્ચામાં રહેવા ઇચ્છુક નથી

aapnugujarat

સલમાન પણ વેબ સીરિઝમાં કામ કરવા ઉત્સાહિત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1