Aapnu Gujarat
મનોરંજન

ભણસાલી સાથે કોઇ ફિલ્મ રહી નથી : અનુષ્કા

બોલિવુડની લોકપ્રિય અભિનેત્રી અનુષ્કા શર્માએ આજે કહ્યુ હતુ કે સંજય લીલા ભણશાલીની સાથે તે ફિલ્મમાં કામ કરી રહી નથી. એક એન્ટરટેનમેન્ટ સમાચાર ચેનલ સાથેની વાતચીતમાં અનુષ્કા શર્માએ કહ્યુ છે કે આ પ્રકારના હેવાલ પાયાવગરના છે. હાલમાં એવુ જાણવા મળ્યુ હતુ કે સંજય લીલા ભણશાળી સલમાન ખાનને લઇને ફિલ્મ બનાવવા જઇ રહ્યા છે. જેમાં તેની સાથે અનુષ્કા શર્માને લેવામાં આવનાર છે. જો કે અનુષ્કાએ કહ્યુ છે કે તે સંજય લીલા સાથે કામ કરી રહી નથી. સુલ્તાન ફિલ્મમાં બંનેની જોડીએ ભારે સફળતા હાંસલ કરી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા હાંસલ કરી ગઇ હતી. હવે ભણશાલી પણ બંનેને લઇને ફિલ્મ બનાવવા માટેની યોજના ધરાવે છે. અનુષ્કા પાસે હાલમાં કેટલીક ફિલ્મો રહેલી છે. તે બોલિવુડમાં સફળ રીતે ૧૦ વર્ષ પૂર્ણ કરી ચુકી છે. તે રબને બનાદી જોડી સાથે બોલિવુડમાં પ્રવેશી હતી. આ ફિલ્મમાં તેની સાથે બોલિવુડના કિંગ શાહરૂખ ખાને ભૂમિકા અદા કરી હતી. ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ સાબિત થઇ હતી. સલમાન ખાન પહેલાથી જ કહી ચુક્યો છે કે તે સંજય લીલાની સાથે એક ફિલ્મમાં કામ કરવા જઇ રહ્યો છે.
વર્ષ ૧૯૯૯માં સંજય લીલાએ હમ દિલ દે ચુકે સનમ નામની ફિલ્મ બનાવી હતી. જે બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા હાંસલ કરી ગઇ હતી. ફિલ્મમાં અજય દેવગન અને એશની પણ ભૂમિકા હતી. સલમાન ખાન હાલમાં ભારત નામની ફિલ્મમાં કામ કરી રહ્યો છે. જેમાં કેટરીના કેફ તેની સાથે કામ કરી રહી છે. અનુષ્કા શર્મા તમામ મોટા સ્ટાર સાથે કામ કરી કરી ચુકી છે. જેમા ંત્રણેય ખાનનો સમાવેશ થાય છે.

Related posts

સેક્સી સની લિયોન બંગાળી ફિલ્મમાં નાનકડા રોલમાં છે

aapnugujarat

સેક્સી માહિરાની સાત દિન મોહબબ્બત ઇન રજૂ કરાશે

aapnugujarat

અમિતાભ બચ્ચન પાસે હજુ ઘણી ફિલ્મો હાથમાં : રિપોર્ટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1