Aapnu Gujarat
મનોરંજન

સેક્સી સની લિયોન બંગાળી ફિલ્મમાં નાનકડા રોલમાં છે

બોલિવુડમાં સેક્સ બોમ્બ તરીકે જાણીતી અને સૌથી વધુ લોકપ્રિય હસ્તીઓમાં સામેલ સની લિયોન આઇટમ નંબર માટે નિર્માતા નિર્દેશકોની પ્રથમ પસંદ બની ચુકી છે. તે માત્ર હિન્દી ફિલ્મોમાં જ નહીં બલ્કે દક્ષિણ ભારતની ફિલ્મો અને હવે બંગાળી ફિલ્મમાં તે આઇટમ સોંગ કરવા જઇ રહી છે. તે બંગાળી ફિલ્મ મામલા, હમલા અને ઝમેલામાં કામ કરવા જઇ રહી છે. કિંગ ખાન સાથે રઇસ ફિલ્મ બાદ તેને સતત હોટ આઇટમ સોંગ મળી રહ્યા છે. વધુ એક આઇટમ સોંગ કરવા માટે જઇ રહી છે. બાદશાહોમાં તે ઇમરાન હાશ્મીની સાથે આઇટમ સોંગમાં દેખાઇ હતી. જેમાં કેટલાક બોલ્ડ સીન પણ જોવા મળ્યા હતા. આ આઇટમ સોંગની ચર્ચા પહેલાથી જ શરૂ થઇ ગઇ હતી. બાદશાહોમાં અજય દેવગન, ઇલિયાના અને ઇશા ગુપ્તાની ભૂમિકા હતી. શાહરૂખ ખાન અભિનિત રઇસ ફિલ્મના લૈલા આઇટમ સોંગે ભારે ધુમ મચાવી હતી. આ ફિલ્મને સફળ કરવામાં આ ગીતની પણ ભૂમિકા રહી હતી. આ ગીત કર્યા બાદ સની લિયોન ભારે ચર્ચામાં આવી હતી. સની લિયોનને કેટલીક ફિલ્મોમાં આઇટમ સોંગ કરવા માટેની ઓફર મળી રહી છે. એવા અહેવાલ મળી રહ્યા છે કે તે ટુંક સમયમાં જ વધુ એક આઇટમ સોંગમાં નજરે પડનાર છે. જો કે તે આ વખતે બોલિવુડની સાથે સાથે દક્ષિણ ભારતની ફિલ્મમાં આઇટમ સોગ કરનાર છે. દક્ષિણ ભારત ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં તેના ડાન્સના જલવાને જોઇ શકાશે. સની લિયોને શાહરૂખ ખાન સાથે કામ કર્યા બાદ ભારે ખુશ છે. તે પોતાની બોલિવુડ કેરિયરને લઇને પણ આશાવાદી છે. બંગાળી ફિલ્મમાં આઇટમ સોંગ મળતા તે ભારે ખુશ છે.

Related posts

कबीर सिंह को लेकर शाहिद कपूर पर भड़कीं सोना महापात्रा

aapnugujarat

ચૂંટણી પંચે કહ્યું- મોદીની બાયોપિક ચૂંટણી પછી જ રિલીઝ થવી જોઈએ

aapnugujarat

મહારાષ્ટ્રનાં એક ગામમાં સની લિયોનના નામનું મંદિર બનશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1