Aapnu Gujarat
મનોરંજન

સેક્સી માહિરાની સાત દિન મોહબબ્બત ઇન રજૂ કરાશે

સેક્સી અને દેખાવડી પાકિસ્તાની અભિનેત્રી માહિરા ખાન હાલમાં પાકિસ્તાની ફિલ્મોને લઇને વ્યસ્ત બનેલી છે. તેની રોમેન્ટિક કોમેડી ફિલ્મ સાત દિન મોહબ્બત ઇન જુન ૨૦૧૮માં રજૂ કરવામાં આવનાર છે. તેની ફિલ્મને લઇને ચાહકો ઉત્સુક છે. તે બીજી પણ કેટલીક પાકિસ્તાની ફિલ્મ હાથમાં ધરાવે છે. સાત દિન મોહબબ્ત ઇન નામની ફિલ્મમાં તેની સાથે શહેરયાર મુનાવર નજરે પડનાર છે. ઇદના દિવસે ફિલ્મને રજૂ કરવામાં આવનાર છે. માહિરાએ કિંગ ઓફ રોમાન્સ શાહરૂખ ખાન સાથે તેની પ્રથમ બોલિવુડ ફિલ્મ રઇસ મામલે વાત કરી હતી. રઇસ ફિલ્મ પાકિસ્તાનમાં રજૂ કરી શકાઇ ન હતી. તેનુ કહેવુ છે કે તે આ ફિલ્મ પાકિસ્તાનમાં રજૂ કરવામાં આવે તેને લઇને પણ ખુબ આશાવાદી હતી. તેનુ કહેવુ છે કે તે પોતાના મિત્રો અને પુત્ર અજલાનની સાથે ફિલ્મ જોવાની ઇચ્છા ધરાવતી હતી. જે ઇચ્છા પૂર્ણ થઇ શકી નથી. અત્રે નોંધનીય છે કે પાકિસ્તાની સેન્સર બોર્ડે આ ફિલ્મને પાકિસ્તાનમાં રજૂ કરવાની મંજુરી આપી ન હતી. ફિલ્મમાં મુસ્લિમ સમુદાયના લોકોનો યોગ્ય રીતે રજૂ ન કરવા બદલ પ્રતિબંધ મુકીદેવામાં આવ્યો હતો. જો કે માહિરાનુ માનવુ છે કે રાજકીય વિવાદના કારણે ફિલ્મને પાકિસ્તાનમાં રજૂ કરવામાં આવી ન હતી. કોઇ બીજા દોરમાં આ ફિલ્મ સરળતાથી રજૂ થઇ ગઇ હોત. તેનુ કહેવુ છે કે કેટલાક એવા દોરમાં કેટલાક એવા નિર્ણય કરવામાં આવે છે જેના ફિલ્મ સાથે કોઇ લેવા દેવા હોતા નથી. રઇસ ફિલ્મ રજૂ કરવામાં આવે તેના એક મહિના પહેલા ઉરીમાં થયેલા ત્રાસવાદી હુમલામાં માર્યા ગયેલા ૧૯ જવાન અને ત્યારબાદ ભારત તરફથી ત્રાસવાદી અડ્ડા પર કરવામાં આવેલા સર્જિકલ સ્ટ્રાઇકના કારણે બન્ને દેશો વચ્ચેના સંબંધ ખુબ ખરાબ હતા. માહિરા ખાન હાલમાં બે પાકિસ્તાની ફિલ્મોમાં કામ કરી રહી છે. જેમાં સાત દિન મોહબ્બત ઇનનો સમાવેશ થાય છે. રણબીર કપુર સાથે પોતાના થોડાક સમય પહેલા વાયરલ થયેલા વિડિયો અંગે માહિરાએ કહ્યુ છે કે આ વિવાદના કારણે તે દુખી થઇ હતી. વિવાદ બાદ પ્રથમ વખત માહિરાએ મૌન તોડીને પ્રતિક્રિયા હતી. તેનુ કહેવુ છે કે ફોટો વાયરલ થયા બાદ રાતોરાત આના પર નેશનલ ડિબેટ ચાલી હતી જેથી તે દુખી થઇ હતી. અત્રે નોંધનીય છે કે ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ન્યુયોર્કમાં માહિરા અને રણબીર કપુરની એક સાથે સિગારેટ ફુંકતા ફોટો વાયરલ થઇ ગયો હતો. ત્યારબાદ માહિરાના સિગારેટ પીવાથી લઇને તેના વસ્ત્રો સુધી ભારતમાં વિવાદ થયો હતો. પાકિસ્તાનમાં પણ આ વિષય પર જોરદાર ચર્ચા રહી હતી. માહિરા વિવાદના કેન્દ્રમાં રહી હતી. તેની પ્રથમ ફિલ્મ રઇસ રજૂ કરવામાં આવે તેના એક મહિના પહેલા આ બનાવ બન્યો હતો. તાજેતરમાં જ ખુબસુરત પાકિસ્તાની સ્ટાર માહિરાએ એક ઇન્ટરવ્યુમાં આ વિવાદ અંગે સ્પષ્ટ વાત કરી હતી. માહિરાએ કહ્યુ હતુ કે તેના હજુ સુધીના કેરિયરમાં પ્રથમ વખત આવો બનાવ બન્યો છે જ્યારે તે કોઇ વિવાદમાં ફસાઇ ગઇ છે. તેનુ કહેવુ છે કે આ બાબત તેને ખુબ હેરાન કરી દેનાર તરીકે હતી. કારણ કે તે એ વખતે લાઇફના સંવેદનશીલ દોરમાંથી પસાર થઇ રહી હતી.

Related posts

ફિલ્મી સ્ટાર્સનું નેતા બનવું મારા દેશ માટે ત્રાસદી છે : પ્રકાશ રાજ

aapnugujarat

રણબીર કપુર અને વાણી નવી ફિલ્મમાં સાથે દેખાશે

aapnugujarat

ગદર ૨ રિલીઝ બાદ ઈમોશનલ થયો સની દેઓલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1