Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

દેશનાં ધનકુબેરોની સંપત્તિમાં ઘટાડો : રિપોર્ટ

ગૌૈતમ અદાણીને સૌથી વધારે નુકસાન
દેશના ધનકુબેરોને આ વર્ષે ભારે નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. ભારતના સૌથી અમીર ૨૦ અમીરોને વર્ષ ૨૦૧૮માં હજુ સુધી ૧.૨૧ લાખ કરોડ રૂપિયાનુ નુકસાન થઇ ગયુ છે. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે સૌથી વધારે નુકસાન ગૌતમ અદાણીને થયુ છે.તેમની કમાણી ૨૫ હજાર કરોડ ઘટીને ૪૫.૯ હજાર કરોડ રૂપિયા રહી ગઇ છે. મોદી સરકાર જ્યારે કેન્દ્ર સરકારમાં આવી ત્યારે કહેવામાં આવી રહ્યુ હતુ કે અદાણીને સૌથી વધારે ફાયદો થનાર છે. હજુ સુધી અદાણી ગ્રુપના શેરમાં સાતથી ૪૫ ટકા સુધીનો ઘટાડો કરવામાં આવી ચુક્યો છે. બ્લુમબર્ગના ઇન્ડેક્સમાં કહેવામાં આવ્યુ છે કે અદાણી અમીર લોકોની યાદીમાં ૨૪૨માં સ્થાને છે. અદાણી બાદ સૌથી વધારે નુકસાન અજીમ પ્રેમજીને થયુ છે. અજીમ પ્રેમજીની વિપ્રો કંપનીના શેરમાં હજુ સુધી ૧૬ ટકા સુધીનો ઘટાડો થઇ ગયો છે. સનફાર્માના પ્રમુખ દિલિપ સાંઘવીની કમાણી ૨૩.૬ હજાર કરોડ ઘટીને ૬૩.૫ હજાર કરોડ રૂપિયા થઇ ગઇ છે. સનફાર્માના શેરમાં ૨૧ ટકા સુધીનો નોંધપાત્ર ઘટાડો થયો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં પણ ઘટાડો થયો છે. રિલાયન્સના પ્રમુખ મુકેશ અંબાણીની કુલ કમાણી ૧૯.૨ હજાર કરોડ રૂપિયા થી ઘટીને હવે ૨.૫ લાખ કરોડ રહી ગઇ છે. રિલાયન્સના શેરમાં એક ટકાનો ઘટાડો થયો છે. યાદીમાં પાંચમા સ્થાને રહેલા આદિત્ય બિરલા ગ્રુપનીના કુમાર મંગલમ બિરલા છે. તેમની સંપત્તિ ૧૫.૨ હજાર કરોડ ઘટીને ૪૬.૪ હજાર કરોડ રૂપિયા થઇ ગઇ છે. બિરલાની કંપનીઓના શેરમાં સાતથી ૫૦ ટકા સુધીનો ઘટાડો થયો છે. તેમની સંપત્તિ ૧૧ હજાર કરોડ ઘટીને ૩૨.૫ હજાર કરોડ થઇ ગઇ છે. શેરબજારમાં હાલમાં ભારે પ્રવાહી સ્થિતી જોવા મળી રહી છે.

Related posts

કેજરીવાલ કેબિનેટમાં ફેરફારો કરવા તૈયાર

aapnugujarat

કાશ્મીરમાં બે ત્રાસવાદીઓ ઠાર મરાયા

aapnugujarat

જગન મોહન રેડ્ડી વડાપ્રધાન મોદીને મળ્યાં : શપથવિધિ સમારોહમાં હાજર રહેવા આમંત્રણ પાઠવ્યું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1