Aapnu Gujarat
મનોરંજન

ફિલ્મી સ્ટાર્સનું નેતા બનવું મારા દેશ માટે ત્રાસદી છે : પ્રકાશ રાજ

પોતાના ખુલ્લા વિચારો માટે ઓળખાતા એક્ટર પ્રકાશ રાજે કહ્યું કે, તે કોઈ પણ રાજનીતિક દળને જોઈન નહિ કરે. આ સાથે જ તેમણે કહ્યું કે, ફિલ્મી સ્ટાર્સનું રાજનેતા બનવું મારા દેશ માટે ત્રાસદી છે. હું નથી સમજી શકતો કે, કોઈએ પણ પોતાની દેશભક્તિ સાબિત કરવા માટે સિનેમા હોલમાં ઉભા રહેવું જોઈએ. હકીકતમાં ગત કેટલાક દિવસોમાં આ ચર્ચા ચાલી રહી છે કે, તમિલ સુપરસ્ટાર કમલહાસનની જેમ જ પ્રકાશ રાજ પણ કોઈ રાજનીતિક દળ સાથે જોડાવાના પ્લાનિંગમાં છે. કમલ હાસન સતત એ વાતના સંકેત આપી રહ્યા છે કે, તે નવું રાજનીતિક દળ બનાવવા જઈ રહ્યો છે. તે અન્ય રાજનીતિક દળો પર પણ નિશાન સાધી રહ્યા છે. તો બીજી તરફ, તેમના વિવાદિત લેખનું એક્ટર પ્રકાશ રાજે પણ સમર્થન આપ્યું હતું.
પ્રકાશ રાજે કહ્યું કે, હું કોઈ રાજકીય પાર્ટીમાં સામેલ નથી થઈ રહ્યો. મને અભિનેતાઓ કોઈ રાજકીય પાર્ટીમાં સામેલ થાય તે વાત પસંદ નથી કેમકે તેઓ અભિનેતા છે અને તેમના મોટી સંખ્યામં ફેન્સ હોય છે. તેઓને પોતાની જવાબદારીનું ભાન હોવું જોઈએ.
આ ઉપરાંત પ્રકાશ રાજે દેશભક્તિ અંગે પણ પોતાના વિચારો રજૂ કરતાં કહ્યું કે, મને નથી લાગતું કે કોઈએ પણ પોતાની દેશભક્તિ દેખાડવા માટે સિનેમાહોલમાં ઊભું રહેવાની જરૂર છે.પ્રકાશ રાજનું નિવેદન તેવા સમયે આવ્યું છે જ્યારે કે સાઉથ બે લેજન્ડરી એકટર કમલ હસન અને રજનીકાંત રાજકારણમાં પ્રવેશવાની તૈયારીઓ કરી રહ્યાં છે. કમલ હસને તો હાલમાં જ પોતાના જન્મદિવસના રોજ એક મોબાઈલ એપ લોન્ચ કરી છે. તો ટૂંક સમયમમાં કોઈ રાજકીય પક્ષની જાહેરાત કરે તેવી પણ શક્યતા છે.

Related posts

રણબીરને કોઈ અંકલ કહીને બોલાવે તે પસંદ નથી

aapnugujarat

समीक्षक मेरे काम की तारीफ करते हैं तो मैं डर जाता हूं : सलमान

aapnugujarat

મહાભારત પર ફિલ્મ કરવા અમિતાભે તૈયારી દર્શાવી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1