Aapnu Gujarat
બિઝનેસ

ઓનલાઈન ફ્રી મળી રહેલા કોન્ડોમ પર તૂટી પડ્યા લોકો, ૬૯ દિવસમાં લાખો કોન્ડોમનો ઓર્ડર

ભારતમાં ઓનલાઈન ફ્રી કોન્ડોમ સ્ટોર અંગે એક અહેવાલ સામે આવ્યો છે. માત્ર ૬૯ દિવસોમાં ૯.૫૬ લાખ કોન્ડોમ ઓર્ડર કરવામાં આવ્યાં છે. એઈડ્‌સ હેલ્થકેર ફાઉન્ડેશન તરફથી ૨૮ એપ્રિલના રોજ ફ્રી કોન્ડોમ સ્ટોર શરૂ કરવામાં આવ્યો હતો. આ સ્ટોર પર લોકો ફોન કે ઈમેઈલ દ્વારા કોન્ડોમ ઓર્ડર કરી શકે છે. વાત જાણે એમ છે કે ભારતના ગર્ભનિરોધક બજારમાં કોન્ડોમનો શેર માત્ર ૫ ટકા જ છે. એટલે કે ખુબ ઓછા લોકો કોન્ડોમનો ઉપયોગ કરે છે. પરંતુ ફ્રી કોન્ડોમ સ્ટોર ડેટા એક નવો સંકેત આપી રહ્યો છે. જો કે લગભગ ૧૦ લાખમાં ૫.૧૪ લાખ કોન્ડોમ કોમ્યુનિટી અને એનજીઓ તરફથી ઓર્ડર કરવામાં આવ્યાં જ્યારે સામાન્ય લોકોમાંથી તો માત્ર ૪.૪૧ લાખ કોન્ડોમ ઓર્ડર કરવામાં આવ્યાં.ઓર્ડર કરનારા લોકોમાં દિલ્હી અને કર્ણાટકના લોકોની સંખ્યા વધારે રહી. એડ્‌સ હેલ્થકેર ફાઉન્ડેશને હિન્દુસ્તાન લેટેક્સ લિમિટેડ સાથે મળીને સ્પેશિયલ બ્રાન્ડના કોન્ડોમ બનાવવાનો ફેસલો લીધો હતો. ટીઓઆઈના રિપોર્ટ મુજબ ફાઉન્ડેશનના ઈન્ડિયા પ્રોગ્રામ ડાઈરેક્ટર વી સેમ પ્રસાદે કહ્યું છે કે તેમણે વિચાર્યુ હતું કે ૧૦ લાખ કોન્ડોમ ડિસેમ્બર સુધી ચાલશે. પરંતુ તે જુલાઈના પહેલા અઠવાડિયામાં જ ખતમ થઈ ગયાં. નવા કોન્ડોમ માટે ઓર્ડર આપી દેવાયા છે.એક્સપર્ટના મત મુજબ ઓનલાઈન સ્ટોરમાં વધારે લોકોએ એટલા માટે ઓર્ડર કર્યાં કારણ કે તેમને દુકાનોમાં જઈને કોન્ડોમ ખરીદવામાં શરમ આવતી હોય છે.

Related posts

એલઆઈસી પીએસબીમાં હિસ્સેદારી વધારવા ઇચ્છુક

aapnugujarat

Anil Ambani resigns from post of director in Reliance Communications

aapnugujarat

દિલ્હી એરપોર્ટમાં દિનમાં ૧૩૦૦ ફ્લાઇટ મુવમેન્ટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1