Aapnu Gujarat
બિઝનેસ

દિલ્હી એરપોર્ટમાં દિનમાં ૧૩૦૦ ફ્લાઇટ મુવમેન્ટ

દિલ્હી વિમાનીથકે વધુ એક સિદ્ધી હાંસલ કરી લીધી છે. કારણ કે તે હવે સૌથી વધારે વ્યસ્ત એરપોર્ટ પૈકી એક છે. દિલ્હીમાં ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનીથક પર વધતા એર ટ્રાફિકે હવે એક નવો રેકોર્ડ બનાવી લીધો છે. છેલ્લા દિવસોમાં અહીંથી ફ્લાઇટ મુવમેન્ટ સૌથી વધારે થઇ હોવાના હેવાલ મળ્યા છે. તે હવે વિશ્વના સૌથી વ્યસ્ત રહેતા લંડનના હિથ્રો વિમાનીમથકને પછડાટ આપી દેવામાં સફળ છે.ભારતમાં કોઇ પણ વિમાનીમથક કરતા દિલ્હીમાં સૌથી વધારે વિમાનો પહોંચી રહ્યા છે. દિલ્હી એરપોર્ટ પરથી એક અધિકારીએ માહિતી આપતા કહ્યુ છે કે લંડનના હિથ્રો વિમાનીમથક પર ૨૪ કલાકમાં મહત્તમ ૧૩૦૦ ફ્લાઇટના મુવમેન્ટ થાય છે. જેમાં ઉડાણ ભરનાર અને ઉતરાણ કરનાર વિમાનોનો સમાવેશ થાય છે. થોડાક દિવસ પહેલા જ દિલ્હીના વિમાનીમથકે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ટર્મિનલથી ફ્લાઇટ મુવમેન્ટ ૧૩૦૦થી પણ વધારે પહોંચી જતા આ નવો રેકોર્ડ સર્જાયો છે. જો કે આવી સ્થિતી વધારે દિવસ સુધી રહી ન હતી. અધિકારીએ એમ પણ કહ્યુ છે કે વર્તમાન સમયમાં દિલ્હી એરપોર્ટ પર એટલી જગ્યા હવે રહી ગઇ નથી કે વધારે ફ્લાઇટ મુવમેન્ટને સહન કરી શકે.
અહીં એક કલાકમાં મહત્તમ ૭૩ ફ્લાઇટ મુવમેન્ટ કરાવી શકાય છે. કેટલીક વખત આ સંખ્યા ૭૩થી ઉપર પહોંચી જાય છે. એર ટ્રાફિકના વધતા દબાણના કારણે દિલ્હી વિમાનીમથક હવે હિથ્રો કરતા પણ વધારે આગળ છે. જો કે અધિકારીએ કહ્યુ છે કે વર્લ્ડના ટોપ ૧૦ સૌથી વધારે વ્યસ્ત એરપોર્ટની યાદીમાં સામેલ થવામાં તેને સમય લાગી શકે છે.

Related posts

જાન્યુઆરીથી આવશે બીએસ – ૬ ફ્યૂઅલ !

aapnugujarat

સેંસેક્સ ૧૫૧ પોઇન્ટ સુધરીને બંધ

aapnugujarat

અદાણી ઈન્ફ્રા 325 કરોડમાં અમદાવાદ સ્થિત અનિલ લિમિટેડનો પ્લોટ ખરીદશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1