Aapnu Gujarat
બ્લોગ

ચાર પૈકી એક પુરુષને મહિલાના કામ કરવા સામે વાંધો : રિપોર્ટ

ભારતમાં છેલ્લાં એક દશકમાં જાહેર ક્ષેત્રમાં મહિલાઓની ભાગદારી ચોક્કસપણે જોરદાર રીતે વધી છે. અલબત્ત કાર્ય સ્થળ પર ભેદાવ અને પુરુષ પ્રભુત્વની માનસિકતાના કારણે ભારતીય મહિલાઓને અનેક પડકારોનો સામનો કરવો પડે છે. તાજેતરમાં જ કરવામાં આવેલા એક સર્વેમાં કેટલાક નવા મામલા સપાટી પર આવ્યા છે. તાજેતરમાં જ કરવામાં આવેલા એક વૈશ્વિક સર્વેમાં કેટલીક બાબત ભારતને લઇને પણ જારી કરવામાં આવી છે. દરેક ચારમાંથી એક ભારતીય પુરુષ માને છે કે મહિલાઓને ઘરની બહાર કામ કરવા માટે જવું જોઇએ નહીં. ભારતમાં થયેલા મોટા આર્થિક ફેરફાર બાદ પણ ભારતીય મહિલાઓની સ્થિતીમાં હજુ સુધારાની જરૂર દેખાઇ રહી છે. પીસ એન્ડ સિક્યુરિટી ઇન્ડેક્સમાં ભારતીય મહિલાઓની સ્થિતી ખુબ નિરાશાજનક રહી છે. ભારત ૧૩૧માં સ્થાન પર છે. સર્વેના પરિણામ સાફ રીતે દર્શાવે છે કે ભારતમાં આર્થિક અને સામાજિક સ્તર પર મહિલાઓને ભેદભાવનો સામનો કરવો પડે છે. દેશની મહિલાઓની સામાજિક અને આર્થિક ભાગીદારી પણ હાલમાં વિશ્વની પ્રગતિની તુલનામાં ઓછી છે. આ ઇન્ડેક્સ વિશ્વભરની મહિલાઓની સમૃદ્ધિ અને માનસિક શાંતિના મુલ્યાંકનના આધાર પર છે. ઇન્ડેક્સમાં ભારતને ૧૫૩માં સ્થાન મળ્યુ છે. સર્વેમાં વિશ્વની ૯૦ ટકા વસ્તીને આવરી લેવામાં આવી હતી. ઇન્ડેક્સમાં ભારતને ૧૫૩મુ સ્થાન મળ્યું છે જે દર્શાવે છે કે હજુ પણ દેશમાં લોકોની વિચારણા માનસિક રહી છે. ઇન્ડેક્સમાં પ્રથમ સ્થાને આયરલેન્ડ છે. જ્યારે બીજા સ્થાન પર નોર્વે છે. સર્વેમાં પુત્રીની સાથે થતા અન્યાયની બાબત ફરી એકવાર સપાટી પર આવી છે.

Related posts

મોદીનો માસ્ટર સ્ટ્રોકઃ રામનાથ કોવિંદ

aapnugujarat

છત્તીસગઢનું સુકાન ભૂપેશ બધેલને સોંપાયું

aapnugujarat

વર્ષ ૨૦૧૯ની ચુંટણીમાં શું થશે….

aapnugujarat

Leave a Comment

UA-96247877-1