Aapnu Gujarat
બિઝનેસ

આઈટી મુક્તિ મર્યાદા પાંચ લાખ કરવાની જરૂર : સર્વે

મોટાભાગના અર્થશાસ્ત્રીઓ બજેટને લઇને ગણતરીમાં લાગેલા છે. હાલમાં જ કરવામાં આવેલા નવા સર્વેમાં મોટાભાગના અર્થશાસ્ત્રીઓએ અભિપ્રાય આપ્યો છે કે, સરકારે પ્રતિવર્ષે મૂળભૂત આઈટી મુક્તિ મર્યાદાને વધારીને પાંચ લાખ રૂપિયા કરી દેવી જોઇએ. સાથેસાથે વપરાશ માંગને પ્રોત્સાહન આપવા માટે કોર્પોરેટ હાઉસ માટે પણ કેટલીક ખાસ પહેલ કરી દેવી જોઇએ. નોટબંધી બાદ ખાનગી રોકાણને વધારવા માટે ખાસ પગલાની જરૂર છે. ટેક્સ નિષ્ણાતો દ્વારા બજેટ પહેલા કરવામાં આવેલા સર્વેમાં ભાગ લેનાર લોકો માને છે કે,તેમની માઘણી તરફ ધ્યાન આપવામાં આવે. મેક ઇન ઇન્ડિયાને વેગ આપવા માટે ૭૨ ટકા લોકો માને છે કે, સરકાર સેક્ટર આધારિત રાહતો યથાવતરીતે જારી રાખશે. મોટાભાગના નિષ્ણાતો એમ પણ માને છે કે, કોર્પોરેટ ટેક્સરેટમાં ઘટાડો કરવામાં આવી શકે છે. આના માટે મહેસુલી ટાર્ગેટને પહોંચી વળવા કરવેરા મુક્તિને લઇને પણ પહેલ કરવી જોઇએ. ૩૬ ટકા લોકો સ્પષ્ટપણે માને છે કે, પીક પર્સનલ ટેક્સ રેટમાં પણ ફેરફાર કરવામાં આવે. ૨૦૦થી વધુ સીએફઓ અને ટેક્સ પ્રોફેશનલનો આવરી લઇને આ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં ઓટો મોટિવ, કન્ઝ્‌યુમર પ્રોડક્ટ, લાઈફ સાયન્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટેકનોલોજી, ફાઈનાન્સિયલ સર્વિસ અને અન્ય જુદા જુદા ક્ષેત્રો સાથે સંકળાયેલા લોકોને આવરી લઇને અભ્યાસની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અન્ય સર્વે સંકેત આપે છે કે, જુદા જુદા ક્ષેત્રોમાં તપાસ કરાઈ રહી છે. વ્યક્તિગત કરદાતાઓને ચોક્કસ ટેક્સ લાભની અટકળો પણ ચાલી રહી છે. કોર્પોરેટ ટેક્સરેટમાં ઘટાડાની ગણતરી કરવામાં આવી રહી છે. ગારના અમલીકરણના સંદર્ભમાં સર્વેમાં જાણવા મળ્યું છે કે, ગારને મોકૂફ રાખવાના સંદર્ભમાં જુદા જુદા અભિપ્રાય રહેલા છે. મોટા ભાગના લોકો હજુ પણ નક્કરપણે માને છે કે આવકવેરા મુક્તિ મર્યાદામાં સૌથી વધારે રાહત મળે તે જરૂરી છે

Related posts

कंपनियों को इनकम टैक्स रिटर्न फाइल न करना महंगा पडेगा

aapnugujarat

डिजिटल ट्रांजैक्शंस फ्रॉड में बढ़ा कस्टमर प्रॉटेक्शन

aapnugujarat

रेल यात्रा के दौरान उठाएं मूवी देखने का लुत्फ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1