Aapnu Gujarat
બિઝનેસ

એલઆઈસી પીએસબીમાં હિસ્સેદારી વધારવા ઇચ્છુક

લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશનને પણ જાહેર ક્ષેત્રની બેંકો માટે ૨.૧૧ લાખ કરોડના મૂડી ઠાલવવાની પહેલમાં સામેલ કરવામાં આવે તેવી શક્યતા દેખાઈ રહી છે. એલઆઈસી બેંક રિકેપીટીલાઇઝેશન પ્રોગ્રામમાં ભાગ લેશે. આ કાર્યક્રમ મુજબ એલઆઈસી જુદા જુદા પીએસબીમાં પોતાની હિસ્સેદારીને વધારી શકે છે. સુત્રોના કહેવા મુજબ મૂડી માર્કેટમાંથી ૫૮૦૦૦ કરોડ રૂપિયા ઉભા કરવાની જરૂર પીએસબીને દેખાઈ રહી છે. જાણકાર લોકોના કહેવા મુજબ એલઆઈસી નોન ઓપરેટિંગ હોલ્ડિંગ કંપની સ્ટ્રક્ચરમાં ભાગ લઇ શકે છે. જેના ભાગરુપે સરકાર જુદા જુદા પીએસએચમાં તેના શેર ટ્રાન્સફર કરશે. ત્યારબાદ નોન ઓપરેટિંગ હોલ્ડિંગ કંપનીઓ દ્વારા ૧.૩૫ લાખ કરોડ રૂપિયાની કિંમતના રિકેપીટાલાઇઝેશન બોન્ડ જારી કરવામાં આવશે. જો કે, સરકારે કહ્યું છે કે, બોન્ડના સ્વરુપને લઇને હજુ કોઇ વાત કરવામાં આવી નથી. આ બોન્ડ કોણ જારી કરશે તે અંગે પણ ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે. નાણામંત્રી અરુણ જેટલી ગયા સપ્તાહમાં કહી ચુક્યા છે કે, સરકાર સમક્ષ રિકેપ બોન્ડ માટે અનેક વિકલ્પો રહેલા છે. તમામ વિકલ્પોમાં ચકાસણી થઇ ચુકી છે. જે વિકલ્પો સર્વશ્રેષ્ઠ રહેશે તેના ઉપર જ નિર્ણય કરવામાં આવશે. ભૂતકાળમાં એલઆઈસીએ પ્રેફરન્સ શેર મારફતે પીએસબીમાં જંગી નાણા ઠાલવ્યા છે. ક્વાલીફાઈડ ઇન્સ્ટીટ્યુશનલ પ્લેસમેન્ટ મારફતે પણ નાણા ઠાલવવામાં આવ્યા છે. આ વર્ષની શરૂઆતમાં બેંક ઓફ ઇન્ડિયાએ ૪૫૧ કરોડ રૂપિયાની કિંમતના એલઆઈસીને પ્રેફરન્સ શેર જારી કર્યા હતા. આવી જ રીતે થોડાક વર્ષોમાં યુકો બેંક, આઈડીબીઆઈ બેંક, યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયા, દેના બેંક દ્વારા એલઆઈસીને પ્રેફરન્સ શેર જારી કરવામાં આવ્યા હતા. હાલમાં જ એસબીઆઈ દ્વારા પણ કેટલીક પહેલ કરવામાં આવી હતી.

Related posts

ગૂગલે ખુદ કહ્યું કે ૫ કરોડ લોકોનાં ડેટા ખતરામાં

aapnugujarat

“મેન્સ્ટ્રુઅલ કપ્સ” શું છે? તેનો ઉપયોગ કેવી રીતે કરવો? તેના ફાયદા શું છે? જાણો સમગ્ર માહિતી

aapnugujarat

चीन को 4 हजार करोड़ का झटका

editor

Leave a Comment

UA-96247877-1