Aapnu Gujarat
મનોરંજન

મહાભારત પર ફિલ્મ કરવા અમિતાભે તૈયારી દર્શાવી

એમટી વાસુદેવ નાયરની ચર્ચાસ્પદ નવલકથા રંદામુઝમની પટકથા પર આધારિત ફિલ્મ બનાવવા માટેની તૈયારી શરૂ કરવામાં આવી છે. આ ફિલ્મમાં બોલિવુડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન ભીષ્મની ભૂમિકા અદા કરનાર છે. અત્રે નોંધનીય છે કે આ ફિલ્મમાં ભારતીય મહાકાવ્ય મહાભારતની પટકથા રહેશે. જેમાં ભીમના પાત્ર પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવનાર છે. પાંડવમાં ભીમ બીજા નંબર પર રહ્યા હતા. ફિલ્મના નિર્દેશન એનએ શ્રીકુમાર દ્વારા હાલમાં અમિતાભ બચ્ચનની સાથે વાતચીત ચાલી રહી છે. ટુંક સમયમાં જ અંતિમ નિર્ણય કરી લેવામાં આવનાર છે. શ્રીકુમારે કહ્યુ હતુ કે અમિતાભ બચ્ચન સૌથી યોગ્ય પાત્ર ભીષ્મના રોલમાં રહી શકે છે. મલયાલમ સુપરસ્ટાર મોહનલાલ ભીમના પાત્રમાં નજરે પડનાર છે. શ્રીકુમારે કહ્યુ છે કે જુદા જુદા રાજ્યોના કલાકારોને આમાં આવરી લેવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. તમામ સાથે વાતચીત ચાલી રહી છે. એક વખતે તમામ બાબત કલાકારો સાથે નક્કી કરી લેવામાં આવ્યા બાદ ફિલ્મના શુટિંગને આગળ વધારી દેવામાં આવનાર છે. શ્રીકુમારે કહ્યુ છે કે ફિલ્મ બે હિસ્સામાં રહેશે. ફિલ્મને ૭૦૦ અથવા તો ૮૦૦ કરોડના બજેટ સાથે તૈયાર કરવામાં આવનાર છે. ભારતીય ફિલ્મ જગતની આ સૌથી મોંધી ફિલ્મ બને તેવી શક્યતા છે. આ ફિલ્મ કેટલીક ભાષામાં તૈયાર કરવામાં આવનાર છે. જેમાં હિન્દી, મલયાલમ, તમિળ, તેલુગુ અને ઇંગ્લિશનો સમાવેશ થાય છે. એકેડમી એવોર્ડ જીતી ચુકેલા ટેકનિશિયનોને આ ફિલ્મ માટે આવરી લેવામાં આવનાર છે. ફિલ્મનુ શુટિંગ ૨૦૧૮માં રજૂ કરાશે. ફિલ્મ ૨૦૧૯માં અથવા તો ૨૦૨૦માં રજૂ કરાશે.

Related posts

टॉलीवुड में आईना तक नहीं देखती थी : विद्या

aapnugujarat

‘कुमकुम भाग्य’ से सनी सीख रहीं ऐक्टिंग के गुर

aapnugujarat

કોરોનાની મહામારી વચ્ચે શૂટિંગને લઈને ગભરાઈ હેલી શાહ

editor

Leave a Comment

UA-96247877-1