ખુબસુરત ડાયના પેન્ટી હાલમાં નિખિલ અડવાણીની લખનૌ સેન્ટ્રલ ફિલ્મને લઇને ખુબ વ્યસ્ત થઇ ગઇ છે. આ વખતે તે ગંભીરતા સાથે આ લાઇનમાં આગળ વધી રહી છે. પ્રથમ ફિલ્મ બાદ ાલાંબા સમય પછી તે બીજી ફિલ્મમાં નજરે પડી હતી. ડાયના અન્ય કેટલાક કામ હાથમાં ધરાવે છે. તે ફેશન સાથે સતત જોડાયેલી રહી છે. તે નોકિયા, માઇક્રોમેક્સ મોબાઇલ સહિતની કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે રહી છે. તેનુ કહેવુ છે કે તે બોલિવુડમાં ફિલ્મોમા પણ કામ જારી રાખનાર છે. જો કે તેને છેલ્લા કેટલાક સમયથી સારી ફિલ્મો હાથ લાગી રહી નથી. મોડલિંગમાં નોંધપાત્ર સફળતા મેળવી લીધા બાદ તે વર્ષ ૨૦૧૨માં બોલિવુડમાં પ્રવેશી ગઇ હતી. આ ફિલ્મમાં તેની સાથે સેફઅલી ખાન અને દિપિકાની પણ ભૂમિકા હતી. આ ફિલ્મ કોકટેલ હતી. તેની પાસે હાલમાં જે ફિલ્મ છે તેમાં લખનૌ સેન્ટ્લનો સમાવેશ થાય છે. નિખિલ અડવાની આ ફિલ્મ બનાવી રહ્યા છે. તે નિર્દેશક તરીકે પણ કામ કરવાની યોજના ધરાવે છે કે કેમ તે અંગે પુછવામાં આવતા ડાયનાએ કહ્યુ હતુ કે તે હાલમાં આવી કોઇ યોજના ધરાવતી નથી. નિર્દેશન અંગે તો તે ક્યારેય વિચારતી પણ નથી હાલમાં તો તે માત્ર એક્ટિંગ કેરિયરની શરૂઆત કરી રહી છે. તેની પાસે સારી ફિલ્મો નથી પરંતુ તે બોલિવુડમાં ટકી રહેવા માટે તૈયાર છ.
પોતાના ફેશન લેબલ અંગે હાલમાં ડાયનાએ વાત કરી છે પરંતુ તે ક્યારે લોંચ કરવામાં આવશે તે અંગે કોઇ વાત કરી નથી. નિખિલ અડવાણી રોમેન્ટિક અને કોમેડી ફિલ્મો બનાવવા માટે જાણીતા રહ્યા છે. આવી સ્થિતીમાં ડાયના માટે લખનૌ સેન્ટ્રલ એક પડકારરૂપ ફિલ્મ સાબિત થઇ શકે છે. જો કે તે પડકાર ઝીલી લેવા માટે તૈયાર થઇ ચુકી છે
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ