બોલિવુડમાં યુવા પેઢીમાં સૌથી લોકપ્રિય સ્ટાર રણબીર કપુરે કહ્યુ છે કે જગ્ગા જાસુસ નિર્માતા તરીકેની તેની છેલ્લી ફિલ્મ છે. તે હવે નિર્માતા તરીકે બિલકુલ સક્રિય રહેવા માટે તૈયાર નથી. તેનુ કહેવુ છે કે નિર્માતા તરીકેની કુશળતા બિલકુલ નથી. તે એક અભિનેતા તરીકે જ સક્રિય રહેવા માટે ઇચ્છુક છે. રણબીર કપુર પાસે હાલમાં અનેક ફિલ્મો હાથમાં છે. જ્યારે જગ્ગા જાસુસ ફિલ્મ છેલ્લા કેટલાક વર્ષોથી અટવાઇ ગઇ છે. બોલિવુડમાં એ લિસ્ટમાં સામેલ રણબીર કપુર હવે કલાકાર સાથે કામ કરવા તૈયાર છે. તેનુ કહેવુ છે કે ફિલ્મ મેકર તરીકે તેને કડવા અનુભવ થયા છે. જ્યારે જગ્ગા જાસુસ ફિલ્મના નિર્માતા તરીકે તેના નામની જાહેરાત કરવામાં આવી ત્યારે એમ માનવામાં આવી રહ્યુ હતુ કે તે પણ પોતાના દાદા રાજ કપુરના માર્ગ પર આગળ વધવા માટે ઇચ્છુક છે. રાજ કપુર દ્વારા સ્થાપિત કરવામા આવેલા આર કે સ્ટુડિયોને ફરી સજીવન કરશે. જો કે રણબીર કપુરે તમામ અટકળો પર વિરામ મુકીને હવે નિર્માણના ક્ષેત્રમાં આગળ વધવાનો નિર્ણય કર્યો છે. તેનુ કહેવુ છે કે તેને હવે ખબર પડી ગઇ છે કે નિર્માણઁની બાબત ખુબ મુશ્કેલ છે. તે એક એક્ટર તરીકે જ સારો છે. જગ્ગા જાસુસ પારિવારિક ફિલ્મ હોવાનો દાવો કરતા રણબીરે કહ્યુ છેકે જ્યારે દાદા અનુરાગ કશ્યમ અને તેની વચચે ત્રણ વર્ષ પહેલા વાતચીત થઇ ત્યારે એવો નિર્ણય કરવામાં આવ્યો હતો કે બાળકને લઇને એક ફિલ્મ બનાવવી જોઇએ. આ ફિલ્મ પિતા અને પુત્રના સંબંધ પર આધારિત ફિલ્મ છે. ફિલ્મમાં કેટલાક વિલંબ માટે તમામ લોકો જવાબદાર હોવાનો દાવો રણબીર કપુરે કર્યો છે.
પાછલી પોસ્ટ