હોલીવુડના સુપર સ્ટાર જ્યોર્જ ક્લુની અને તેમના પત્ની અમલ હાલમાં ભારે ખુશ છે. પ્રાપ્ત અહેવાલ મુજબ આ બંને જોડકા બાળકોના માતા-પિતા બનવા જઇ રહ્યા છે. યુએસ ચેટ શો દ ટોપમાં આ મુજબની બાબત સપાટી ઉપર આવી હતી. આમા જણાવવામાં આવ્યું છે કે, જ્યોર્જ ક્લુનીના પત્ની અમલ હાલમાં સગર્ભા છે અને ટ્વીન્સ બાળકોને જન્મ આપનાર છે જેમાં એક પુત્ર અને એક પુત્રી હોવાના અહેવાલ મળી રહ્યા છે. જોકે, હજુ સુધી આ સમાચારને સંપૂર્ણપણે સમર્થન મળી શક્યું નથી. જ્યોર્જ ક્લુની અને અમલે વર્ષ ૨૦૧૪માં લગ્ન કર્યા હતા. ઇન્ટરનેશનલ લોયર તરીકેની પ્રતિષ્ઠા ધરાવનાર અમલે થોડાક સમય પહેલા જ આ અંગેના અહેવાલોને રદિયો આપ્યો હતો. ૩૮ વર્ષીય બ્રિટિશ લોયર અમલ જ્યોર્જ ક્લુની સાથે લગ્ન કર્યા બાદથી ઘણાં કાર્યક્રમોમાં હાલના સમયમાં સાથે દેખાઈ રહી છે. જો કે, આ અંગેના અહેવાલોને ગુપ્ત રાખવામાં આવી રહ્યા હતા. યુએસ મેગેઝિન ઇન ટચે માહિતી આપતા કહ્યું છે કે, ટ્વીન્સ બાળકોના માતા-પિતા આ બંને બનવા જઇ રહ્યા છે. જ્યોર્જ ક્લુની તરફથી હજુ સુધી કોઇ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. જ્યોર્જ ક્લુની પોતાની ફિલ્મોને લઇને હાલમાં વ્યસ્ત છે, તે કેટલાક પોતાના નવા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છે. જો કે તેની પાસે જે નવી ફિલ્મોની ઓફર આવી રહી છે તે મામલે માહિતી મળી શકી નથી. જ્યોર્જ એક્શન ફિલ્મો બનાવવા માટે પણ જાણીતો રહ્યો છે. તેના અનેક અબિનેત્રીઓ સાથે વિતેલા વર્ષોમાં સંબંધ પણ હતા. અમલ પોતાના પ્રોફેશનને છોડીને હાલમાં સંપૂર્ણપણે પોતાની કાળજી રાખી રહી છે, તે કોઇ જોખમ લેવા માટે તૈયાર નથી. હાલમાં આરામના મુડમાં છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ