Aapnu Gujarat
મનોરંજન

પ્રિયંકાના કારણે ભણસાલીની ફિલ્મ ગુસ્તાખિયા અટવાઇ

હોલિવુડમાં પોતાની ધાક જમાવનાર અભિનેત્રી પ્રિયંકા ચોપડાના કારણે સંજય લીલાની ફિલ્મ ગુસ્તાખિયા અટવાઇ ગઇ છે. પ્રિયંકા આ સપ્તાહમાં જ પોતાના નવા પ્રોજેક્ટની જાહેરાત કરનાર છે. ગુસ્તાખિયામાં કવિ અને ગીતકાર સાહિર લુધિયાનવીની ભૂમિકા ઇરફાન ખાન અદા કરનાર છે. બોલિવુડની સાથે સાથે હોલિવુડ ફિલ્મ ઉદ્યોગમાં પણ પોતાની કુશળતાના કારણે ભારે લોકપ્રિયતા મેળવી રહેલી અભિનેત્રી પ્રિયંકા ચોપડાના ચાહકો માટે સારા સમાચાર છે. કારણ કે પ્રિયંકા ચોપડા ત્રણ નવી હિન્દી ફિલ્મ કરવા માટે તૈયાર થઇ ગઇ છે. આ ત્રણ નવી ફિલ્મ પૈકી એક ફિલ્મનુ શુટિંગ તો વર્ષના અંતે શરૂ કરી દેવામાં આવનાર છે. પ્રિયંકા ચોપડા કહે છે કે જ્યારે તે અમેરિકામાં હોય છે ત્યારે મુંબઇને ખુબ મિસ કરે છે. પ્રિયંકા ચોપડાએ વિગત આપતા કહ્યુ છે કે તેની પાસે કેટલીક નવી ફિલ્મોની ઓફર આવી રહી છે. તેનુ કહેવુ છે કે તે જ્યારે ન્યુયોર્કમાં હતી ત્યારે અનેક ફિલ્મ નિર્માતા મળ્યા હતા. હવે અહીં મુંબઇ પહોંચ્યા બાદ પણ કેટલાક નિર્માતા મળ્યા છે. અનેક ઓફર કરવામાં આવી હતી. જો કે તે ત્રણ ફિલ્મો હાલમાં કરવા માટે રાજી થઇ છે. પ્રિયંકાએ કહ્યુ છે કે આ ત્રણ ફિલ્મ પૈકી એક ફિલ્મ તો આ વર્ષે જ શુટિંગમાં જશે. જ્યારે બીજી ફિલ્મનુ શુટિંગ નવા વર્ષમાં કરવામાં આવનાર છે.
ત્રણ ફિલ્મ પૈકી એક ફિલ્મ કલ્પના ચાવલાની લાઇફ પર બનનાર ફિલ્મ છે કે કેમ તે અંગે પુછવામાં આવતા પ્રિયંકા ચોપડાએ કોઇ જવાબ આપ્યો ન હતો. સંજય લીલાની સાથે પણ તે કામ કરવા માટે ઇચ્છુક છે. અમૃતા પ્રિતમની ભૂમિકા સંજય લીલાની ફિલ્મમાં પ્રિયંકા અદા કરનાર છે. તે ક્વાન્ટિકો-૩માં પણ કામ કરી રહી છે. લોકપ્રિય સ્ટાર પ્રિયંકાના કારણે સંજય લીલા હાલ વધારે રાહ જોવા માટે તૈયાર દેખાઇ રહ્યા છે.

Related posts

ગરમ મસાલા -૨ ફિલ્મમાં અક્ષય અને જહોન ચમકશે

aapnugujarat

મુંબઈમાં અભિનેત્રી કૃતિકા ચૌધરીની ફ્લેટમાંથી લાશ મળી

aapnugujarat

સોહેલ ખાન સાથે અફેરની વાત પર ભડકી હુમા કુરેશી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1