Aapnu Gujarat
રાષ્ટ્રીય

ટૂંક સમયમાં એસી બસ મુંબઇના રસ્તા પર દોડશે

મોબાઇલ એપ દ્વારા કેબ ઉપલબ્ધ કરાવનારી કંપની ઓલા હવે એસી બસ સેવા પણ શરૂકરશે. ટૂંક સમયમાં ઓલાની એસી બસ રસ્તા પર દોડતી થઇ જશે. ઓલા મુંબઇમાં એસી શટલ બસ શરૂ કરશે. ઓલાની આ બસ વાતાનુકુલિત હશે. ઓલાની એપ પર બસનું બુકિંગ કરાવી શકાશે. બહુ ઓછા દરે એટલે કે ૪ રૂપિયા પ્રતિ કિ.મી.ના હિસાબે ભાડાની ગણતરી કરાશે. શરૂઆતમાં આ ભાડું રૂપિયા ૪૯ હશે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.મુંબઇમાં ધસારાના સમયે (પીક અવર્સ દરમિયાન) આ બસ નોકરિયાતોને કામના સ્થળે પહોંચાડશે. સવારે ૭થી ૧૧ અને સાંજે ૫થી રાતે ૯ વાગ્યા દરમિયાન ઓલાની એસી બસ દોડશે.
આ શટલ સેવા મીરા-ભાયંદરથી પવઇ, ભાયંદર-અંધેરી અને ભાયંદરથી બીકેસીના માર્ગ પર શરૂ કરાશે.ઓલા હાલમાં કેબ સેવા પૂરી પાડે છે. કંપની વહેલી તકે બસ સેવા પણ મોબાઇલ એપ પર ઉપલબ્ધ કરાવશે, એમ ઓલાના મેનેજરે જણાવ્યું હતું. આ બસ સેવા લોન્ચ કરવા માટે તૈયારીઓ થઇ ગઇ છે. શટલ સેવાના ભાડા સાથે કયા માર્ગ પર એસી બસ સેવા ઉપલબ્ધ થશે એ પણ નક્કી કરાયું છે.શરૃઆતમાં ઓલાની શટલ સેવા રૂા.૪૯માં ઉપલબ્ધ થશે. શહેરની બીજી એસી બસ સેવાની સરખામણીએ ઓલાની એસી બસનું ભાડું ઓછું છે. બોરીવલીથી થાણા એસી બસ દ્વારા પ્રવાસ માટે સામાન્ય રીતે ૬૦થી ૮૦ રૂપિયા ખર્ચવા પડે છે.ઓલા શટલ માટે મોબાઇલ ફોનમાં ઓલા એપના શટલ માર્ક પર ક્લિક કરી પ્રવાસી પોતાની પસંદગીની બેઠક બુક કરાવી શકશે. ત્યાર પછી શટલ સેવાનો સમય, જગ્યાની માહિતી મોબાઇલ પર આવશે. આ શટલ સેવામાં વાઇ-ફાઇની સુવિધા પણ હશે.

Related posts

ગાઝીયાબાદમાં ઓલા કેબના ડ્રાઈવરે એકલી મહિલાને જોઈ પેન્ટની ઝીપ ખોલી, ફરિયાદ બાદ ધરપકડ

aapnugujarat

सेना सीमा संभाल रही है और प्रधानसेवक बूथ संभाल रहे हैं : रणदीप सुरजेवाला

aapnugujarat

ચારધામ યાત્રાના ૨૭ દિવસમાં ૧૦૮ યાત્રાળુનાં મોત થયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1