Aapnu Gujarat
ગુજરાત

અમરનાથ યાત્રા માટે ખાસ સુરક્ષા વ્યવસ્થા, ૨૪ બચાવ દળ અને ૩૫ શ્વાન સ્કવોડ

આગામી અમરનાથ યાત્રામાં શાંતિ વ્યવસ્થા નક્કી કરવા માટે દક્ષિણ કાશ્મીરના પહલગામ અને બાલટાલના બે માર્ગો પર ૨૪ બચાવ દળ અને ૩૫ શ્વાન સ્કવોડ તૈનાત કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે, આ અમરનાથ યાત્રાનો પ્રારંભ ૨૯ જુનથી થશે. તેમજ તે આગામી ૭ ઓગસ્ટ સુધી ચાલશે. શ્રાઈન એ હિમાલય પર ૧૨,૭૫૬ ફુટની ઉંચાઈ પર આવેલ છે. તેમજ શ્રીનગરથી ૧૪૧ કિ.મી. દુર આવેલ છે. અમરનાથજી શ્રાઈન બોર્ડ દ્વારા વર્ષમાં એક વખત ૧૪,૦૦૦ ફુટ સુધી ઉંચાઈએ જવા ઈચ્છનાર માટે એક ટ્રેકનું આયોજન કરવામાં આવે છે.જયારે ગુપ્ત રીપોર્ટ અનુસાર, આતંકી આ વર્ષે અમરનાથ યાત્રીઓ પરે ગ્રેનેડ અને આઇઇડીથી હુમલો કરી શકે છે. તેને ધ્યાનમાં રાખતા સુરક્ષાબળોએ આતંકના ખતરા વચ્ચે અમરનાથ યાત્રાની સુરક્ષા પર ત્રીજી આંખથી નજર રાખવાનો ફૂલપ્રૂફ પ્લાન બનાવ્યો છે. એટલે કે આ વર્ષે જેટલો ખતરો છે તે હિસાબે સુરક્ષાબળોની તૈયારી હવે અમરનાથ યાત્રા દરમિયાન હશે અભેદ્ય સુરક્ષા અને દરેક ખૂણે ખૂણે હાઈટેક તૈનાતી.જમ્મુ કાશ્મીરમાં ૨૯ જુનથી શરુ થઇ રહેલ અમરનાથ યાત્રા દરમિયાન સુરક્ષા માટે સ્થાનિક પોલીસ અને અર્ધસૈનિક બળ અને આર્મીના ૩૦ હજાર જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. જાણકારી અનુસાર, સુરક્ષાકર્મીઓને તીર્થયાત્રાના માર્ગ પર બંને તરફ તૈનાત કરવામાં આવશે. અમરનાથ યાત્રા દરમિયાન સુરક્ષાની કડક વ્યવસ્થા કરતા સુરક્ષાબળોએ આ વખતે હાઈટેક સુરક્ષાની વ્યવસ્થા કરી છે.બાબા બર્ફાનીના દર્શન કરવા દર વર્ષે લાખો લોકો અહિયાં આવે છે. બાલટાલ અને પહલગામથી જનાર આ યાત્રાને દર વર્ષે સુરક્ષા આપવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, આ વર્ષે ૮ જુલિયાએ હિઝબુલ આતંકી બુરહાન વાનીના એનકાઉન્ટરનું એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે. આ સાથે જ હાલમાં હિઝબુલના ૧૨ થી વધુ આતંકી માર્યા ગયા છે. એવામાં ખતરો ઘણો વધારો છે. જો કે, જેટલો ખતરો છે તેના માટે કડક સુરક્ષાની તૈયારી સુરક્ષા બળોએ કરી લીધી છે. આ વર્ષે સુરક્ષા માટે સીઆરપીએફની હાઈટેક સુરક્ષાની વ્યવસ્થા કરી છે.

Related posts

મહેસાણાનો ૧૦ વર્ષનો આરવ કરે છે ઓક્સિજનનું વાવેતર

editor

રાજ્યમાં નવરાત્રિમાં લાઉડ સ્પીકર ૧૨ વાગ્યા સુધી ગરબા રમવાની સરકારની મંજૂરી

aapnugujarat

સીએમ રૂપાણીએ ભાડભૂત યોજનાનો પ્રારંભ કરાવ્યો

editor

Leave a Comment

UA-96247877-1