Aapnu Gujarat
ગુજરાત

રાજ્યમાં નવરાત્રિમાં લાઉડ સ્પીકર ૧૨ વાગ્યા સુધી ગરબા રમવાની સરકારની મંજૂરી

નવરાત્રિને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે સરકારે મોડી રાતે ૧૨ વાગ્યા સુધી લાઉડ સ્પીકર પર ગરબા વગાડવા માટે મંજૂરી આપવામાં આવી છે. ગરબા આયોજકો ૯ દિવસ સુધી રાતે ૧૨ વાગ્યા સુધી લાઉડ સ્પીકર પર ગરબા વગાડી શકશે. આ મામલે રાજ્ય ગૃહમંત્રીએ ટ્‌વીટ કરીને આ મામલે જાણકારી આપી છે. ગુજરાતની સંસ્કૃતિનો મહત્વનો હિસ્સો અને દરેક ગુજરાતીઓનો આત્મા એવા માં દુર્ગાના મહોત્સવ, નવરાત્રીમાં પ્રજાજનોના ઉમંગ ,ઉત્સાહ આસ્થા અને લાગણીઓને સર્વોપરિતા આપીને ૯ દિવસ રાત્રીના ૧૨ઃ૦૦ સુધી લાઉડ સ્પીકર પબ્લિક એડ્રેસ સિસ્ટમ લગાડવાની પરવાનગી આપવામાં આવી છે. આ મામલે હર્ષ સંઘવીએ ટ્‌વીટ કર્યુ હતુ કે, ‘ગુજરાતની સંસ્કૃતિનો મહત્વનો હિસ્સો અને દરેક ગુજરાતીઓનો આત્મા એવા મા દુર્ગાના મહોત્સવ નવરાત્રીમાં પ્રજાજનોના ઉમંગ, ઉત્સાહ, આસ્થા અને લાગણીઓને સર્વોપરિતા આપીને ૯ દિવસ રાત્રીના ૧૨.૦૦ વાગ્યા સુધી લાઉડ સ્પિકર કે પબ્લિક એડ્રેસ સિસ્ટમ લગાડવાની પરવાનગી આપવામાં આવી છે.’ ઉલ્લેખનીય છે કે, આગામી ૨૬મી સપ્ટેમ્બરથી નવલા નોરતાની શરૂઆત થઈ રહી છે. ત્યારે સમગ્ર રાજ્યમાં ગરબા આયોજકો ધામધૂમથી તૈયારી કરી રહ્યા છે. ત્યારે હવે સરકારે પણ ૯ દિવસ માટે રાતે ૧૨ વાગ્યા સુધી લાઉડ સ્પીકર પર ગરબા રમવાની મંજૂરી આપી છે. તેને લઈને ગરબા આયોજકો સહિત ખૈલેયાઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સનાતન ધર્મમાં ‘નવરાત્રી’નું ખૂબ જ મહત્ત્વ છે. નવરાત્રીમાં નવ દિવસ સુધી શક્તિના નવ અલગ-અલગ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે. આ ઉપરાંત નવ દિવસ સુધી સવાર-સાંજ માતાજીની પૂજા-અર્ચના અને વિવિધ નૈવૈદ્ય પણ ધરાવવામાં આવે છે. ગુજરાતી કેલેન્ડર પ્રમાણે આસો સુદ એકમથી આસો સુદ નોમ સુધી નવ દિવસ નવરાત્રી ઉજવવામાં આવે છે. આ નવરાત્રીને ‘શારદીય નવરાત્રિ’ તરીકે ઓળખાય છે. સનાતન ધર્મમાં ચાર નવરાત્રી છે, શારદીય નવરાત્રી, ચૈત્ર નવરાત્રી, ગુપ્ત નવરાત્રી અને પોષ નવરાત્રી. આ ચારેયમાં ‘શારદીય નવરાત્રી’ ખૂબ જ મહત્ત્વ છે.

Related posts

ભરૂચ કે.જે.પોલીટેકનીક કોલેજ ખાતે જિલ્લા ક્‍ક્ષાનો ગરીબ કલ્‍યાણ મેળો યોજાયો

aapnugujarat

ગુજરાતની ચૂંટણીમાં યુવા મતદારોની ભૂમિકા રહેશે

aapnugujarat

ભાજપે ગુજરાતમાં ચાર ઉમેદવાર જાહેર કર્યાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1