અંધેરી વિસ્તારમાં સોમવારે મોડી રાતે એક મોડલ-એક્ટ્રેસની બોડી ફ્લેટમાંથી મળી આવી છે. એક્ટ્રેસનું નામ કૃતિકા ચૌધરી (ઉ.૨૪ વર્ષ) છે. ફ્લેટમાંથી દુર્ગંધ આવતી હોવાથી પડોશી દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે આવીને દરવાજો તોડીને જોયું તો કૃતિકાની લાશ પડી હતી. મોડલનું મોત ૪ દિવસ પહેલા થયું હોવાનું પોલીસનું માનવું છે. બોડી સડી ગઇ હતી.અંબોલી જોનના ડીસીપી પરમજીત સિંહ દહીયાએ જણાવ્યું કે કૃતિકાના ફ્લેટનો મેન ગેટ બહારથી બંધ હતો. તેને તોડીને પોલીસ અંદર ગઇ હતી. જે રૂમમાંથી એક્ટ્રેસની બોડી મળી ત્યાંનું છઝ્ર શરૂ હતું.આશરે ૪ દિવસ પહેલા કોઇએ તેની હત્યા કરીને દરવાજો બંધ કરીને ફરાર થઇ ગયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. બોડી લાંબા સમય સુધી ખરાબ ન થાય તે માટે એસી ચાલુ રાખવામાં આવ્યું હતું. બપોર સુધી પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ જાણી શકાશે.પોલીસે આકસ્મિક મોતનો મામલો નોંધ્યો છે. સૂત્રો મુજબ કૃતિકાના માથા પર કોઇ ધારદાર હથિયારથી હુમલો કર્યો હોવાના નિશાન મળ્યા છે. આ ઉપરાંત ઘટના સ્થળેથી મળેલી કેટલીક ચીજો પરથી કૃતિકા સાથે રૂમમાં અન્ય વ્યક્તિની હાજરી હોવાનું સ્પષ્ટ થાય છે.પડોશીઓના જણાવ્યા મુજબ, કૃતિકાના ફલેટ પર અનેક લોકો આવતા હતા. પરંતુ ક્યારેય કોઇના પર શંકા જાય તેવી ઘટના બની નથી. બધા તેને ‘પરી’ના નામથી ઓળખતા હતા.કૃતિકા અંધેરીના ચાર બંગ્લો વિસ્તારના ભૈરવનાથ બિલ્ડિંગમાં રહેતી હતી. તેણે કંગના રનૌત સાથે ફિલ્મ રઝ્ઝોમાં પણ કામ કર્યું હતું.આ ઉપરાંત ક્રાઇમ સીરિયલ ’સાવધાન ઇન્ડિયા’ સહિત બાલાજી પ્રોડક્શનની અનેક ટીવી સીરિયલ્સમાં નજરે પડી ચૂકી છે.