Aapnu Gujarat
મનોરંજન

મારા ૪૦થી ૫૦ હજાર ફોલોઅર્સ ઓછા થઇ રહ્યા છે : કંગના

એક્ટ્રેસ કંગના રનૌતનું કહેવું છે કે સોશિયલ મીડિયા એપ્લિકેશન ટિ્‌વટર પર તેના ફોલોઅર્સની સંખ્યા રોજ ૪૦થી ૫૦ હજાર ઘટી રહી છે. તેના મુજબ રાષ્ટ્રવાદીઓને દરેક જગ્યાએ સંઘર્ષ કરવો પડી રહ્યો છે. તેણે આ વાત એક યુઝરને જવાબ દેતા લખી છે જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે તમારા ફોલોઅર્સ સતત ઘટી રહ્યા છે. ચોકીદાર ફિર સે નામનું અકાઉન્ટ ચલાવનાર યુઝરે તેના ટ્‌વીટમાં લખ્યું હતું કે, કંગના જી તમારા ફોલોઅર્સની સંખ્યા ઓછી થઇ રહી છે. મને આ બાબતે શંકા હતી પણ હવે પુષ્ટિ થઇ કે આ ટિ્‌વટર કરી રહ્યું છે. એક કલાક પહેલાં તમારા ફોલોઅર્સ અંદાજે ૯ લાખ ૯૨ હજાર હતા પરંતુ હવે તે ૯ લાખ ૮૮ હજાર છે.
આ યુઝરને જવાબ આપતા કંગનાએ લખ્યું, હું સહમત છું, મેં પણ રોજ ૪૦-૫૦ હજાર ફોલોઅર્સ ઘટવાની વાત નોટિસ કરી છે. આ પ્લેટફોર્મ પર હું એકદમ નવી છું પરંતુ આ કામ કેમ કરે છે? તેઓ આવું કેમ કરી રહ્યા છે? કોઈ આઈડિયા છે? આ ટ્‌વીટમાં તેણે ટિ્‌વટર ઇન્ડિયા, ટિ્‌વટરના સીઈઓ જેક ડોર્સી અને ટિ્‌વટર સપોર્ટને પણ ટેગ કર્યા છે. પ્રેમ દેસાઈ નામના એક યુઝરે તેને જવાબ આપતા લખ્યું કે, મેમ આને ઘોસ્ટ બેન કહેવામાં આવે છે. એટલે કે જો તમે દેશદ્રોહીઓ વિરુદ્ધ કઈ બોલો છો, રાષ્ટ્રવાદની ભાવના સાથે કઈ બોલો છો અથવા લોકોની ખરાબ વાતોને એક્સપોઝ કરો છો અને જો તે ફેમસ થઇ જાય છે તો ટિ્‌વટર તમારા પર ઘોસ્ટ બેન કરે છે, જેમ કે તમારા ટ્‌વીટ ઓછા લોકોને દેખાડવા.
તે યુઝરને જવાબ આપતા કંગનાએ કહ્યું, હમ્મ હું જોઈ રહી છું કે રાષ્ટ્રવાદીઓને દરેક જગ્યાએ સંઘર્ષ કરવો પડે છે, તેમનું રેકેટ ઘણું સ્ટ્રોંગ છે, મેં તે નોટિસ કર્યું કારણકે ગઈ રાત્રે અમે ૧ મિલિયનની એકદમ નજીક હતા. કોઈ વાંધો નહીં, તે બધા લોકોની ઈમાનદારીથી માફી માગવા ઈચ્છું છું જે ઓટોમેટિક અનફોલો થઇ રહ્યા છે. એકદમ અયોગ્ય પરંતુ આ માટે આપણે અત્યારે સ્માઇલિંગ ફેસ યુઝ કરી શકીએ છીએ.

Related posts

फ्रांस की इंटनेशनल स्पेस यूनिवर्सिटी ने सुशांत सिंह को दी श्रद्धांजलि

editor

‘છપાક’નું દિલ્હીમાં શૂટિંગ પૂર્ણ

aapnugujarat

બોલિવૂડમાં સગાવાદ છે : આલિયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1