Aapnu Gujarat
ગુજરાત

આપણે પ્રકૃતિ થી પોષણ મેળવવાનું છે,પ્રકૃતિને જીતવાની નથી : મોહનજી ભાગવત

હિંદૂ સ્પિરિચ્યુઅલ સર્વિસ ફાઉંડેશન દ્વારા ૩૦ ઑગસ્ટના યોજવામાં આવી રહેલા પર્યાવરણ દિવસના વિશિષ્ટ કાર્યક્રમ માં આપણે બધાં સહભાગી થઈ રહ્યા છીએ.

પર્યાવરણ  શબ્દ આજકાલ ખુબજ સાંભળવા મળી રહ્યો છે અને બોલાઈ પણ રહ્યો છે અને આ કાર્યક્રમ  પર્યાવરણ માટે જ એક દિવસ આપવાનો કાર્યકર્મ છે ! તે પણ અર્વાચીન છે. આનું કારણ છે કે અત્યાર સુધી દુનિયામાં જીવન જીવવાની જે પદ્ધતિ હતી તે પર્યાવરણ માટે અનુકૂળ નથી. અત્યારની  રીત પ્રમાણે પ્રકૃતિને જીતીને મનુષ્યોને જીવવાનુ છે, આ પ્રકૃતિ મનુષ્યોના ઉપભોગ માટે છે. આ રીત પ્રમાણે પ્રકૃતિ પ્રત્યે મનુષ્યની કોઈ જવાબદારી  નથી પરંતુ મનુષ્યોનો પ્રકૃતિ પર પુરો અધિકાર છે, આવુ માનીને જીવનને ચલાવવાની આ પધ્ધતિ છે અને આવુ જીવન આપણે છેલ્લા બસ્સો અઢીસો વર્ષોથી જીવી રહ્યા છીએ. હવે આના દુષ્પરિણામ પરિણામ સામે આવી રહ્યા છે, આની ભયાનકતા હવે દેખાઈ રહી છે.

આવું જ ચાલ્યું તો આ સૃષ્ટિમાં જીવન જીવવા માટે આપણે જીવિત નહીં રહીએ. અથવા એમ પણ બને કે આ સૃષ્ટિ જ નહીં રહે .અને એટલે જ મનુષ્ય હવે વિચાર કરવા લાગ્યો, ત્યારે એને એમ લાગ્યું કે પર્યાવરણનું રક્ષણ થવું જોઈયે. એટલે જ પર્યાવરણ દિવસ મનાવી રહ્યા છીએ. આજકાલ થી નહીં પણ છેલ્લા 2000 વર્ષથી આપણે પર્યાવરણને અનુકૂળ જીવન જીવી રહ્યા છીએ, અને ગત 300 વર્ષથી આપણે ભટકી ગયા છીએ.

પરંતુ ભારતની જીવન પદ્ધતિ એક્દમ અલગ છે. “અસ્તિત્વ” ના સત્ય ને આપણાં પુર્વજોએ અસ્તિત્વની પુર્ણતામાં સમજી લીધું હતું અને ત્યારથી એમને એ  સમજાયું કે આપણે પણ સમગ્ર પ્રકૃતિનું એક અંગ છીએ. શરીરમાં જેમ બધા અંગ કામ કરે છે ત્યારે શરીર ચાલે છે. અને એવી જ રીતે જ્યાં સુધી શરીર ચાલે છે ત્યાં સુધી  શરીરના અંગ ચાલી શકે છે. શરીરમાં પ્રાણ નહિં રહે તો હ્રદય બંધ થઈ જશે, થોડી વારમાં મગજ પણ કામ કરવાનું બંધ કરી દે છે, સૌથી છેલ્લે આંતરડાના સ્નાયુ બંધ થઇ જાય છે, બધા અવયવ કામ કરવાનું છોડી દે છે, મરી જાય છે. શરીર અંગોના કાર્ય પર નિર્ભર છે, અંગ શરીરથી મળવા વાળી પ્રાણ ઉર્જા પર નિર્ભર છે. આ પરસ્પર સંબંધ સૃષ્ટિનો અને આપણો છે, આપણે એનું અંગ છીએ, સૃષ્ટિનું પોષણ એ આપણું કર્તવ્ય છે.

આપણા જીવન માટે આપણે સૃષ્ટિ પાસેથી કંઇક લઇયે છીએ, શોષણ નથી કરતા, સૃષ્ટિનું દોહન કરીએ છીએ. આ જીવવાની રીત આપણા પૂર્વજોએ સમજી, અને કેવળ એક દિવસ માટે નહીં, એક શરીર માટે નહીં પણ પૂરા જીવન કાળ માટે અપનાવી  લીધું. આપણે ત્યાં સ્વાભાવિક રીતે કહેવામાં આવે છે કે સાંજના સમયે વૃક્ષો ને છંછેડો નહીં, વૃક્ષો સુઈ જાય છે. વૃક્ષોમાં પણ જીવ છે, આ સૃષ્ટિનો તે ભાગ છે. જેવી રીતે એનીમલ કિંગડમ છે, તેવી રીતે પ્લાન્ટ કિંગડમ છે. આ આધુનિક વિજ્ઞાનનું જ્ઞાન આપણી પાસે પાછલા હજારો વર્ષ પહેલાંથી છે. આપણા દેશનો સમાન્ય અભણ માણસ પણ જાણે છે કે સાંજના સમયે વૃક્ષોને છંછેડવા નહીં.

આપણા જીવન જીવવાની રીતમાં શું કરવું, કેવી રીતે રહેવું, બધું દર્શાવેલ છે. આપણે ત્યાં રોજ કીડીઓને લોટ નાખવામાં આવતો હતો, આપણે ત્યાં ઘરો માં ગાયને ઘાસ, કૂતરાને રોટલી, પક્ષીઓને ચણ, જીવ-જંતુઓ માટે અન્ન અને ગામમાં કોઈ અતિથિ  ભુખ્યું હોય તો તેના માટે, આવા પાંચ પ્રકારે બલી ચડાવ્યા પછી ગૃહ્સ્થ ભોજન કરતા હતા. આ બલી એટલે પ્રાણી હીંસા ન હતી, આ બલી એટલે પોતાના ઘરમાં રાંધેલું અન્ન આ બધા લોકો માટે છે. આ બધાનું પોષણ કરવું મનુષ્યની જવાબદારી છે કેમ કે આ બધાથી મનુષ્યને પોષણ મળે છે. આ વાત સમજીને આપણે જીવતા હતા. આ માટે આપણે ત્યાં નદીઓની પણ પૂજા થાય છે, વૃક્ષો – છોડવાઓ – તુલસીની પૂજા થાય છે. આપણે ત્યાં પર્વતોની પૂજા – પ્રદક્ષિણા થાય છે, આપણે ત્યાં ગાયની પણ પૂજા થાય છે, સાપની પણ પૂજા થાય છે .

સંપૂર્ણ વિશ્વ જે એક ચરાચર ચૈતન્યમાં વ્યાપેલું છે, એ ચૈતન્યને સૃષ્ટિની દરેક વસ્તુમાં જોવું, તેને શ્રધ્ધાપૂર્વક જોવું, આત્મીયતાથી જોવું, તેની સાથે મિત્રતાનો વ્યવહાર કરવો અને પરસ્પર સહયોગથી બધાનું જીવન ચાલે આવું કરવું આ જીવનની પદ્ધતિ હતી. ભગવદ્-ગીતામાં કહ્યું છે, પરસ્પરં ભાવયંતમ, દેવો જોડે સારો વ્યવહાર કરો, દેવો પણ તમને સારો વ્યવહાર કરશે. પરસ્પર સારા વ્યવહારને કારણે સૃષ્ટિ ચાલે છે, આ પ્રમાણેનું આપણું જીવન હતું. પરંતું  ભટકી ચૂકેલી રીતના પ્રભાવમાં આવીને આપણે તેને ભૂલી ગયા.

એ માટે આજે આપણે પણ પર્યાવરણ દિવસના રૂપમાં મનાવીને આનું સ્મરણ કરવું પડે છે. આવું કરવું જોઈયે એ સારી વાત છે. આવું સ્મરણ દરેક ઘરમાં હોવું જોઈએ. આ યાદગીરીને પ્રચલિત કરવાનો દિવસ આ વર્ષની ૩૦ ઑગષ્ટ હશે. પરંતુ આપણે ત્યાં નાગપંચમી છે, આપણે ત્યાં ગોવર્ધન પૂજા છે. આપણે ત્યાં તુલસી વિવાહ છે, આ બધા દિવસોને મનાવતા માનવતા, આજના સંદર્ભમાં યોગ્ય રીતે મનાવતા આપણે બધા લોકોએ આ સંસ્કારને આપણા જીવનમાં પુનર્જીવિત અને પુનઃસંચારિત કરવાનો છે. જેનાથી નવી પેઢી પણ એને શીખશે, તે ભાવને શીખશે. આપણે પણ આ પ્રકૃતિના ઘટક છીએ. આપણે પ્રકૃતિથી પોષણ મેળવવાનું છે, પ્રકૃતિને જીતવાની નથી. આપણે પોતાએ પ્રકૃતિથી પોષણ મેળવીને પ્રકૃતિને જીવંત રાખવાની છે. આ પ્રકારનો વિચાર કરવાથી પેઢી આગળ ચાલશે, ત્યારે આ વિશેષ કરીને પાછલા ૩૦0-૩૫૦ વર્ષોમાં જે નુકશાન થયેલ છે, તેને આવતા ૧૦0-૨૦૦ વર્ષોમાં પહોંચી શકીશું. સૃષ્ટિ સુરક્ષિત થશે, માનવ જાતિ સુરક્ષિત થશે, જીવન સુંદર થશે .

આ દિવસને મનાવતી વખતે, આ આપણે કેવળ કોઇ મનોરંજનનો કાર્યક્રમ કરી રહ્યા છીએ, આવો ભાવ નહીં રાખતા, સંપૂર્ણ સૃષ્ટિના પોષણ હેતુ, આપણા જીવનને સૌદર્યસભર બનાવવા માટે, બધાની પ્રગતિ માટે આપણે આ કાર્ય કરી રહ્યા છીએ, આવો ભાવ આપણે મનમાં રાખવો જોઇએ. અને આ એક દિવસ નો સંદેશ આખા વર્ષ દરમિયાન  જીવનની નાની નાની બાબતોનો વિચાર કરતા, આપણે આપણા આચરણમાં ઉતારવું જોઈએ, એવું મને લાગે છે. આ ચિંતન  તમને વિચારવા માટે તમારી સમક્ષ રાખું છું, આજના દિવસ ની આપને શુભકામનાઓ પાઠવું છું.

Related posts

દારૂની મહેફિલ : વિસ્મયનાં શરતી જામીન મંજુર

aapnugujarat

पूर्व आईपीएस संजीव भट्ट की पत्नी ने कहा नरेन्द्र मोदी के खिलाफ बयान दिए थे, इसकी सजा भुगत रहे हैं…

aapnugujarat

ગુજરાતમાં ૧ હજાર છોકરાઓ સામે ૯૦૯ છોકરીઓ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1