Aapnu Gujarat
મનોરંજન

‘છપાક’નું દિલ્હીમાં શૂટિંગ પૂર્ણ

મેઘના ગુલઝાર દિગ્દર્શિત નવી હિન્દી ફિલ્મ ‘છપાક’નું દિલ્હીમાંનું શૂટિંગ પૂરું કરી દેવામાં આવ્યું છે.આ ફિલ્મમાં દીપિકા પદુકોણ અને વિક્રાંત મેસી મુખ્ય ભૂમિકા કરી રહ્યા છે. મેઘના ગુલઝારે ટ્‌વીટ કરીને જાણ કરી છે કે, ‘આ ફિલ્મના નિર્માણમાં અડધી મજલ પૂરી કરી દેવાયાનો આનંદ છે. દિલ્હી શેડ્યૂલ પૂરું થઈ ગયું છે.’ ‘છપાક’ ફિલ્મ એસિડ હુમલામાં બચી ગયેલી લક્ષ્મી અગ્રવાલ નામની છોકરીનાં જીવન પર આધારિત છે. ‘છપાક’માં દીપિકા લક્ષ્મીનું પાત્ર ભજવી રહી છે, પણ એમાં એનું નામ ‘માલતી’ રાખવામાં આવ્યું છે. આ ફિલ્મ ૨૦૨૦ની ૧૦ જાન્યુઆરીએ રિલીઝ કરવામાં આવશે.દીપિકાએ ટ્‌વીટ કરીને કહ્યું છે કે ‘માલતી’નું પાત્ર મને જિંદગીભર યાદ રહી જશે. આની વાર્તા ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે અને આ એક સત્યઘટના પર આધારિત છે. આશા છે કે આનું પરિણામ સારું આવશે.

Related posts

फिल्म के लिए डायरेक्टर और एक्टर को करना होता है खुश : कंगना

editor

સારા કાર્તિક આર્યન સાથે રોમાન્સ કરશે

aapnugujarat

પ્રાચી દેસાઇને હાલમાં કોઇ જ ફિલ્મ મળી રહી નથી : રિપોર્ટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1