કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ કેન્દ્ર પર યુવાનોને અન્યાય કરવાનો આરોપ લગાવતા આજે કહ્યું કે, મોદી સરકારનાં વિકાસનાં દાવાઓ ખોખલા છે અને તેને હકીકત સાથે કોઇ લેવા દેવા નથી.
ગાંધીએ કહ્યું કે કામ કરવાનાં બદલે મોદી માત્ર દાવાઓ કરી રહ્યા છે. દેશને હથેળીમાં ચાંદ બતાવી રહ્યા છે.જો કે આ ખોટા દાવાઓનાં નશામાં આખો દેશ ડુબેલો છે. સૌથી વધારે નુકસાન દેશનાં યુવાનોને છે. હાલ આપણે દેશ સૌથી યુવાન દેશ છે.
રાહુલ ગાંધીએ મોદી સરકાર પર હૂમલો કરતા ટિ્વટ કર્યું, માત્ર વાતો કરનારી સરકાર જનતા પર બોઝ સમાન હોય છે. દેશનાં યુવાનોને તેનું નુકસાન ભોગવવું પડી રહ્યું છે. તેમણે કહ્યું કે સૌનો સાથ સૌનો વિકાસની વાત કરનારી મોદી સરકારે ૨૦૨૨ સુધી ખેડૂતોને તેમની આવક બમણી કરવાનું વચન આપ્યું છે. તેમનું કહેવું છે કે આ એક મોટુ ક્ષેત્ર છે અને દેશની ૪૭ ટકા વસ્તી કૃષીઆધારિત છે.
પાછલી પોસ્ટ