Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

દિલ્હીને મળશે યુએસ અને મોસ્કો જેવું સુરક્ષા કવચ

ભારત ધીરે ધીરે રાજધાની દિલ્હીને અન્ય દેશોના સૈન્ય હુમલા અને ૯/૧૧ જેવા આતંકી હુમલાથી બચાવવા પાછળ લાગ્યું છે. જેથી વિમાની, મિસાઈલ અને ડ્રોન્સ દ્વારા થતા હુમલા સામે દેશને સુરક્ષા કવચ પૂરું પાડી શકાય. આ માટે થઈ રહેલા પ્રયાસો હેઠળ રાજધાનીને મિસાઈલની રક્ષા કવચથી સજ્જ કરવાની તૈયારી ચાલી રહી છે. જૂનાં એર ડિફેન્સ સિસ્ટમને આ સિસ્ટથી રિપ્લેસ કરવામાં આવશે. આ સિવાય ’વીઆઈપી નો ફલાય ઝોન’ અને ખોટા ઈરાદાથી આવતા વિમાનોને તોડી પાડવા માટે આ સિસ્ટમને રિકન્ફિગર કરવામાં આવશે.સૂત્રોનાં જણાવ્યાં મુજબ સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમનની અધ્યક્ષતા હેઠળની રક્ષા અધિગ્રહણ પરિષદ તરફથી નેશનલ એડવાન્સ સર્ફેસ-ટૂ-એર મિસાઈલ સિસ્ટમના અધિગ્રહણના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.
અમેરિકા પાસેથી ૧ અરબ ડોલરનાં ખર્ચે ખરીદવામાં આવશે. આ સાથે જ આખા દિલ્હી વિસ્તારમાં એર ડિફેન્સ પ્લાન હેઠળ નવી દિલ્હીમાં વીઆઈપી-૮૯ વિસ્તારને પૂન નિર્માણ વિશે પણ વાત ચાલી રહી છે. આ વિસ્તારમાં રાષ્ટ્રપતિ ભવન, સંસદ, ઉત્તર અને દક્ષિણ બ્લોક જેવા મહત્વનાં વિસ્તારોનો સમાવેશ થાય છે.નેશનલ એડવાન્સ સર્ફેસ-ટૂ-એર મિસાઈલ સિસ્ટમમાં ત્રણ દિશાઓ વાળી સેન્ટિનલ રડાર, શોર્ટ અને મીડીયમ રેન્જ મિસાઈલ, લોન્ચર્સનો સમાવેશ થાય છે. આ સિસ્ટમ દ્વારા જો હવાઈ હુમલો થાય તો ઝડપથી જાણી શકાય, તેને ડિટેકટ કરી શકાય અને તેને નિષ્ક્રીય કરી શકાય. અમેરિકાની રાજધાની વૉશિંગ્ટન પણ આજ સિસ્ટમ સજ્જ છે.અમેરિકા સિવાય ઈઝરાયેલનાં અનેક શહેરોમાં અને મોસ્કો સહિત અનેક નાટો દેશોમાં પણ આવીજ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ છે. ભારત તરફથી આ નેશનલ એડવાન્સ સર્ફેસ-ટૂ-એર મિસાઈલ સિસ્ટમનો અધિગ્રહણનો નિર્ણય એવાં સમયમાં લેવામાં આવ્યો છે જયારે ડીઆરડીઓ ટૂ-ટાયર બલાસ્ટિક મિસાઈલ ડિફેન્સને તૈયાર કરવાની આખરી ચરણમાં છે.

Related posts

ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરાયો

aapnugujarat

ઉત્તરપ્રદેશના હાપુડમાં ટ્રેનની ટક્કર વાગતાં છ યુવકોનાં મોત

aapnugujarat

भारत में पिछले 24 घंटे में कोरोना के 12,059 नए मामले

editor

Leave a Comment

UA-96247877-1