Aapnu Gujarat
ગુજરાત

દાહોદમાં ટોળાએ ચોરીના આરોપમાં શખ્સની કરી હત્યા

દેશમાં ભીડ દ્વારા માર મારી હત્યા કરવાની ઘટનાઓ ઘટી છે ત્યારે શનિવાર રાત્રે ગુજરાતના દાહોદમાં પણ ચોરીના આરોપમાં લોકોએ ૨૨ વર્ષના એક યુવકની હત્યા કરી છે. આ સમગ્ર મામલે રાજ્ય સરકારે જિલ્લા એસપી પાસેથી રિપોર્ટ માગ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદના કાળી મહુડી ખાતે ૧૫થી ૧૭ જેટલા શખ્સ ધાડ પાડવા માટે ગયા હતા. જ્યાં ગામ લોકો જાગી જતા ટોળાએ બે યુવકોને ઝડપી લીધા હતા અને લાકડી, ધારિયા સહિતના હથિયારોથી ખૂબ જ માર માર્યો હતો. જેમાં એકનું મોત નિપજ્યુ હતું જ્યારે બીજાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે.
ભીડ દ્વારા માર્યા ગયેલ યુવકનું નામ અજમલ વહોનિયા હોવાનું અને ધાનપુર તાલુકાના ઉંડારકા ગામનો રહેવાસી હોવાનું જાણવા મળ્યુ છે. અજમલ પર ચોરી, તોફાન સહિતના ૩૨ કેસ દાખલ છે. જ્યારે અન્ય ઘાયલ યુવકનું નામ ભારુ માથુર છે અને તે ગરબાડા તાલુકાના ખુજરિયા ગામનો રહેવાસી છે. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.
દાહોદના કાળી મહુડી ગામે લૂંટના આરોપસર ટોળાએ માર મારવાની આ ઘટનામાં રાજ્ય સરકારે ચિંતા વ્યક્ત કરી ગૃહ વિભાગ દ્વારા એસપી પાસે સમગ્ર મામલે રિપોર્ટ માગવામાં આવ્યો છે.
સરકારે હવે ટાસ્ક ફોર્સના માળખા, અધિકારીઓની નિમણૂંક અને તે અંગે કાયદા વિભાગની સલાહ લેવાની શરુ કરી હોવાનું મીડિયા રિપોટ્‌ર્સમાં જણાવવામાં આવ્યું છે.

Related posts

આશાબેન વિધિવત્‌ રીતે ભાજપમાં જોડાઇ ગયા

aapnugujarat

વિરમગામના ભાવસારવાડામા શ્રી હિંગળાજ માતાજીના મંદિરે 20 પાટોત્સવની ઉજવણી

aapnugujarat

ગોતા બ્રિજ પર સ્કૂલવાન કાર સાથે ટકરાઈ ગઈ : વિદ્યાર્થીઓનો બચાવ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1