Aapnu Gujarat
ગુજરાત

બુલેટ ટ્રેન બાબતે ખેડૂતોએ સુચવ્યો ‘સ્માર્ટ પ્લાન’

વિશ્વકક્ષાની હરોળમાં રેહવા અને આધુનિકતાને વેગવંતુ બનાવવા સાથે સમયનો સદુપયોગ અને બચાવ કરવા દેશભરમાં કેન્દ્ર સરકાર દ્વારા બુલેટટ્રેન પ્રોજેક્ટ હાથધર્યો છે.જેમાં ગુજરાત મહારાષ્ટ્ર સાથે યુનિયન ટેરેટરીને જોડતી બુલેટ ટ્રેન પ્રોજેક્ટની માપણીઓ શરુ થતા ગુજરાતના ખેડૂતોએ સરકારના પ્રોજેક્ટ સામે વિરોધ નોધાવ્યો છે.ગુજરાત અને મુંબઈના ૫૦૮ કીલોમીટરના અંતરને ૨૫૦ કિલોમીટરની ગતિએ ઝડપભેર અંતર કાપવા બુલેટટ્રેન પ્રોજેક્ટની કામગીરીઓ સરકાર દ્વારા શરુ થઇ છે. જેમાં એક લાખ ૮ હજાર કરોડના ખર્ચે પ્રોજેક્ટ શરુ કરાયો છે. જેમાં ગુજરાતના ૧૯૨ ગામો અને મુંબઈના ૧૦૫ ગામો સાથે યુનિયન ટેરેટરીના કેટલાક ગામોની ખેતીની મહામુલી જમીન ખેડૂતો પાસેથી સરકાર છીનવી લઇ રહ્યાનો આક્ષેપ ખેડૂત આલમ કરી રહ્યો છે. સાથે નવસારી જિલ્લાની પણ મહત્વની ગણાતી ખેતી નષ્ટ થાય એવી ભીતીઓ ધરતીપુત્રો સેવી રહ્યા છે. ખેતર સાથે કેટલાક ગામોમાં ઘરો પણ જમીન સંપાદનમાં આવી ગયા છે. તેમજ ગણદેવીના પિજરા ગામે બુલેટટ્રેન ડેપો બનાવવાની વેહતી વાતો ખેડૂતોને દઝાડી રહી છે.ત્યારે ઓછા ખર્ચે સ્માર્ટવર્ક કરવાની માંગણીઓ ખેડૂતો કરી રહ્યા છે.ધરતીપુત્રોની જમીન ચીરીને જનારી બુલેટટ્રેનના વિરોધમાં ગામોના ગામો જોડાતા સરકાર સામે આવી ગયા છે. રાજ્યના અસરકર્તા દરેક ૧૯૨ ગામોના ખેડૂતો એક મંચ પર આવવા માટે ગામે ગામ મીટીંગો ગોઠવીને કામે લાગી ગયા છે. ત્યારે આર્થિકરીતે સધ્ધર ખેડૂતો તો આર્થિક ફટકા બાદ સહન કરી શકશે. પરંતુ ગરીબ આદિવાસી ખેડૂત માત્ર ખેતીના સહારે જીવન વિતાવી રહ્યો છે. જેની ચિંતામાં ખેડૂત સરકાર સામે આવીને ઉગ્ર આંદોલન કરી શકે છે.સરકાર નકશાનો વધુ અભ્યાસ કરીને ફરી સર્વે કરે તો ખેડૂતોને રોજગારી આપતી જમીન બચાવી શકાય એમ છે. સરકાર એક્સપ્રેસ હાઇવેની જમીન અથવા રેલવે કોરીડોરની સંપાદન થયેલી જમીનનો ઉપયોગ કરીને આ બુલેટટ્રેનના પ્રોજેક્ટની વિચારણા કરે તો સરકારની તિજોરીના કરોડો રૂપિયા બચાવીને અન્ય વિકાસમાં ખર્ચ કરી શકાય એમ છે.

Related posts

આજથી ગુજરાત ગૌરવ મહાસંપર્ક અભિયાન શરૂ : નારણપુરાથી અમિત શાહ અભિયાનનો શુભારંભ કરાવશે

aapnugujarat

વડોદરામાં ઓનલાઇન ચીટિંગ કરનાર ટોળકી ઝબ્બે

editor

આણંદ જિલ્લાના ધર્મજમાં ૧૨ મેના રોજ ફેરમતદાન થશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1