Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

દલિત-મુસ્લિમની હાલત ખરાબ, રાહુલે કૉંગ્રેસને મદદ કરવા કહ્યું

કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે યૂપી સહિત અન્ય બીજેપી શાસિત રાજ્યોમાં સરકારની અસફળતા દલિત અને લઘુમતિ સમુદાય વિરુદ્ધ માહોલ બન્યો છે. તેમણે કહ્યું કે બીજેપી નેતાઓ અને મંત્રીઓની હેટ સ્પીચથી તેમના ફૉલોઅર્સ કેટલાક નિશ્ચિત સમુદાયને ટાર્ગેટ કરી રહ્યા છે. તેમની સામે હિંસા ફેલાવી રહ્યા છે. તેમણે કૉંગ્રેસનાં અનુસૂચિત જાતિ વિભાગને પત્ર લખીને કહ્યું કે બીજેપી નેતાઓનાં નિવેદનોથી દલિતો અને અલ્પસંખ્યકો ડરમાં છે. પાર્ટીએ હિંસાનો શિકાર બનેલા લોકોની મદદ કરવી જોઇએ અને તેમનું સાર્વજનિક રીતે સમર્થન કરવું જોઇએ. વિભાગે તાજેતરની હિંસાઓની ઘટનાઓની પુષ્ટી કરવી જોઇએ, જેમાં ખાસ કરીને દલિતોને નિશાન બનાવવામાં આવ્યા છે. આ ઘટનાઓ જવાબદાર લોકોને ઉઘાડા પાડવાની તક છે.આ પહેલા દિલ્લીમાં ૩ બાળકીઓનાં કથિત રૂપે ભૂખનાં કારણે મોત થયા હોવાને લઇને કૉંગ્રેસ મહાસચિવ હરીશ રાવતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ટીકા કરી હતી કે આ પહેલા ઝારખંડ અથવા છત્તીસગઢનાં દૂરનાં વિસ્તારોમાં ભૂખ અને કુપોષણનાં કારણે બાળકોનાં મરવાની ખબરો આવી છે. જો કે હવે રાષ્ટ્રીય રાજધાનીમાં પ્રધાનમંત્રીનાં નાકની નીચે ૩ બાળકોનાં મોત થયા છે.યૂપીમાં મૉબ લિન્ચિંગની ઘટનાઓ પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતુ કે આ રીતની ઘટનાઓની વગર કારણે જોખવામાં આવી રહી છે. ખાસ કરીને કૉંગ્રેસ આ રીતની ઘટનાઓને વધારે જોખી રહી છે. તેમણે પણ આ રીતની ઘટનાઓની નિંદા કરતા કહ્યું કે તેમના માટે લોકો પણ જરૂરી છે અને ગાય પણ. તેમણે કહ્યું કે કુદરતમાં બંનેનું પોત-પોતાનું મહત્વ છે અને સૌને સુરક્ષા મળવી જોઇએ. આ માટે સૌની સુરક્ષા માટે કાયદો પોતાનું કામ પુરી સભાનતાથી કરી રહ્યો છે.

Related posts

RBI गवर्नर ने कहा- अर्थव्यवस्था अपनी रफ्तार खो रही, निर्णायक मौद्रिक नीति की जरूरत

aapnugujarat

कोर्ट कैंपस में सबके सामने पति ने पत्नी की हत्या की

aapnugujarat

मोदी जी सवालों का सामना करो, देश आपसे बहुत कुछ पूछ रहा है : राहुल गांधी

editor

Leave a Comment

UA-96247877-1