Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

આધાર ડેટા : હેકર્સે વડાપ્રધાન મોદીને આપ્યો પડકાર

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઑફ ઈન્ડિયાના અધ્યક્ષ આરએસ શર્માના આધાર સાથે જોડાયેલી માહિતી લીક કર્યા બાદ હેકર્સે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખુલ્લો પડકાર આપ્યો છે. હેકર્સે વડાપ્રધાન મોદીને પોતાના ૧૨ અંકોનો નંબર જાહેર કરવા પડકાર આપ્યો છે. આ પડકાર ટ્રાઈ અધ્યક્ષના આધારની જાણકારી હેક કરી લીક કરનારા ફ્રાન્સના હેકર ઈલિયટ એલ્ડરસને આપી છે. એલ્ડરસને ટિ્‌વટ કરી કહ્યું છે કે જો વડાપ્રધાન મોદીની પાસે કોઈ આધારકાર્ડ છે, તો તેઓ તેના નંબરને જાહેર કરે. અહીં જણાવવાનુ કે આધાર ડેટાની સુરક્ષાને લઈને વારંવાર પ્રશ્નો ઉઠી રહ્યા છે. વડાપ્રધાન પોતે કેટલીક વખત આધાર ડેટા સંપૂર્ણ રીતે સુરક્ષિત હોવાની વાત કહી ચૂક્યા છે.ભારતીય વિશિષ્ટ પહચાન પ્રાધિકરણ (યુઆઈડીએઆઈ) સહિત કેટલીક સરકારી સંસ્થાઓ અને અધિકારીએ કેટલીક વખત ડેટા સુરક્ષિત હોવાનુ કહ્યુ છે. જ્યારે તેનાથી વિપરીત આધાર ડેટા લીક થવાની ઘટનાઓ સામે આવી છે. શનિવારે ટ્રાઈના અધ્યક્ષ આરએસ શર્માએ પણ આધાર ડેટા સંપૂર્ણ રીતે સુરક્ષિત હોવાનો દાવો કરી પોતાનો ૧૨ અંકોનો આધાર નંબર જાહેર કર્યો હતો. શર્મા તરફથી આધાર નંબર જાહેર કર્યા બાદ થોડા કલાક બાદ ફ્રાન્સના સુરક્ષા વિશેષજ્ઞ ઈલિયટ એલ્ડરસને તેમના આધાર સાથે જોડાયેલી માહિતી ટિ્‌વટર દ્વારા જાહેર કરી દીધી હતી. હવે એલ્ડરસને વડાપ્રધાન મોદીને પોતાનો આધાર નંબર જાહેર કરવાનો ખુલ્લો પડકાર આપ્યો છે.ટ્રાઈ અધ્યક્ષ શર્માની આધાર સાથે જોડાયેલી જાણકારી લીક કર્યા બાદ ઈલિયટ એલ્ડરસન સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયા છે. હવે વડાપ્રધાન મોદીને આધાર નંબર જાહેર કરવાનુ ટિ્‌વટ કર્યા બાદ એલ્ડરસન સોશિયલ મીડિયામાં ઘણા સર્ચ થઈ રહ્યા છે. મોદીને પડકાર આપનારા એલ્ડરસનના ટિ્‌વટ પર મોટી સંખ્યામાં લોકો કોમેન્ટ કરી રહ્યાં છે. કોઈ યુઝરે એન્ડરસનના ટિ્‌વટને ખુલ્લો પડકાર ગણાવ્યો તો કોઈ યુઝરે વડાપ્રધાન મોદી પાસે આધાર નંબર હોવા અંગે સવાલ ઉઠાવ્યા. એલ્ડરસને પડકાર આપ્યા બાદ હવે જોવુ રહ્યુ કે વડાપ્રધાન મોદી આ પડકારનો સ્વીકાર કરે છે કે નહીં?
ફ્રાન્સના ઈલિયટ એલ્ડરસન એક ડિજીટલ સુરક્ષા વિશેષજ્ઞ છે. એલ્ડરસન આધાર ડેટા પ્રણાલીની સુરક્ષા સાથે જોડાયેલી ખામીઓનો ખુલાસો કરવા માટે ઓળખાય છે. આ સિવાય તેઓ વનપ્લસ,કિંભો અને અન્ય કંપનીઓ સાથેના ઉત્પાદનોની સુરક્ષા સાથે જોડાયેલી ખામીઓને ઉજાગર કરે છે. ટિ્‌વટર પર એલ્ડરસનના ૬૦ હજારથી વધુ ફોલોઅર્સ છે. જ્યારે તેઓ ૧૫૦૦થી વધુ લોકોને ફૉલો કરે છે.

Related posts

अगस्ता वेस्टलैंड : दिल्ली HC ने ED की याचिका पर सुशेन गुप्ता से मांगा जवाब

aapnugujarat

બેડ લોનના નિયમોમાં રાહત આપવા રિઝર્વ બેંકનો ઇન્કાર

aapnugujarat

યુપીના નક્સલવાદીગ્રસ્ત જિલ્લામાં આઈબી દ્વારા એલર્ટ જાહેર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1