Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરાયો

દેશના સામન્ય અને મધ્યમવર્ગ પરિવાર પર બોજ વધશે કેમ કે ઓઇલ કંપનીઓએ સબસિડિ વગરના રાંધણગેસના ભાવમાં પ્રતિ સિલિન્ડરમાં પાંચ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. તેના કારણે ગેસ સિલિન્ડરની કિંમત ૭૪૨ રૂપિયાથી વધીને ૭૪૭ રૂપિયા થઇ ગઇ છે. તે સિવાય સબસીડીવાળા સીલીન્ડરના ભાવમાં કોઇ ફેરફાર કરવામાં નથી આવ્યો.એક રિપોર્ટ પ્રમાણે, સબસિડિવાળા સિલિન્ડર ૪૯૫.૬૫ રૂપિયામાં જ મળશે. નોંધનીય છે કે ગત મહિને સબસીડી વિનાના રાંધણગેસના ભાવમાં ૯૩.૫૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. ભાવમાં કરવામાં આવેલ વધારો આજથી લાગુ કરવામાં આવશે.
ભાવમાં વધારો થવાથી તેની અસર દેશના નાના અને મધ્યમવર્ગ પરિવાર પર થશે. બીન સબસિડિવાળા સિલિન્ડર દિલ્હીમાં ૭૪૭માં તો મુંબઇમાં ૭૧૯માં મળશે જયારે ૧૯ કિલોવાળા સિલિન્ડરનો ભાવ ૧૩૧૮ થઇ ગયો છે. જે અગાઉ ૧૩૧૦ હતો. કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં ૧૨ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

Related posts

પથ્થરબાજો સામે પગલા લેવાનો સમય

aapnugujarat

૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં નવા ‘ટેમ્પર ડિટેક્ટ’ ઇવીએમ ઉપયોગમાં લેવાશે : ચૂંટણીપંચ

aapnugujarat

पद्मावत : राजस्थान में पेट्रोल लेकर ३५० फुट ऊंचे टावर पर चढ़ा युवक

aapnugujarat

Leave a Comment

UA-96247877-1