Aapnu Gujarat
ગુજરાત

રાજનાથસિંહે કહ્યું કોંગ્રેસ ‘ઈનસોમિયા’ બીમારીથી પીડાય છે

છોટાઉદેપુર માર્કેટ યાર્ડમાં ચૂંટણીસભાને સંબોધન કરતાં ભાજપના વરિષ્ઠ નેતાએ કોંગ્રેસ પર આરોપ લગાવ્યો હતો કે કોંગેસીઓ ‘ઈનસોમિયા’ નામની બીમારીથી પીડાય છે. તેમણે કહ્યું કે કોંગ્રેસીઓને રાતે ઉંઘ આવતી નથી. દ્રષ્ટિ દોષ અને મતિદોષ પેદા થયો હોવાથી સરકારને વિકાસ દેખાતો નથી. તેમણે કોંગ્રેસ પરકટાક્ષ કરતાં કહ્યું હતું કે કોંગ્રેસે જેની સાથે હાથ મિલાવ્યા છે તેમને લઈને તે ડૂબી છે. ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટી સાથે હાથ મિલાવ્યા હતા. ત્યાં શું થયું એ બધાં જ જાણે છે. ગુજરાતમાં ૩ – ૪ યુવાનો જે કોંગ્રેસથી દોરવાયા છે તેમના એ જ હાલ થશે. કોંગ્રેસનો આ ઈતિહાસ રહેલો છે.સપ્ટેમ્બર ૨૦૧૪માં રાતે ૧૦ વાગે પાકિસ્તાને આપણા ૫ જવાનોને શહાદ કર્યાના બનાવની ફોન કરીને મેં પૃષ્ટિ મેળવી ત્યારે શું પગલાં લીધા તેવી તપાસ કરતા, કોંગ્રેસના રાજમાં સફેદ ઝંડા લહેરાવી સામે ચિમકી ઉચ્ચારવામાં આવતી હતી. ૧૬ વખત આ રીતે ઝંડા લહેરાવા દીધાં નથી. મેં એ પ્રથા બંધ કરાવી નક્કર પગલાં લીધા છે. હવે વખત બદલાઈ ગયો છે.રાજનાથસિંહે કોંગેસ પર આક્ષેપ કરતાં કહ્યું હતું કે રાજ્યમાં જ્ઞાતિ, વર્ગનું રાજકારણ કોંગ્રેસ રમે છે. તે ગુજરાતના ત્રણ યુવાનો સાથે હાથ મિલાવીને રાજ્યને વહેંચી નાંખવા માંગે છે.તેમણે રાહુલ ગાંધીને સવાલ પૂછ્યો હતો કે તમે કહેતા હતા કે ૯ વર્ષ પહેલાં રાજીવ ગાંધી ફાઉન્ડેશને ગુજરાતની મોદી સરકારની ખૂબ પ્રશંસા કરી હતી તો પછી તે ભૂલી જઈને તમે કેમ આલોચના કરો છો ?

Related posts

ગુજરાત : ઘણી જગ્યાએ હજુ ભાજપ નેતાઓના બહિષ્કાર

aapnugujarat

પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીને પંજાબના ભાજપ પ્રભારી બનાવાયા

aapnugujarat

ઘાટલોડિયામાં વૃધ્ધાની હત્યાનો ભેદ ઉકેલાયો : પૈસા માટે જમાઇએ સાસુની હત્યા કરવા સોપારી આપી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1