Aapnu Gujarat
ગુજરાત

ગુજરાત : ઘણી જગ્યાએ હજુ ભાજપ નેતાઓના બહિષ્કાર

પાટીદાર સમુદાયના ચોક્કસ લોકો દ્વારા હજુ પણ ભાજપના નેતાઓ અને પાર્ટી ઓફિસને ટાર્ગેટ બનાવીને હુમલા કરવામાં આવી રહ્યા છે. હાર્દિક પટેલ દ્વારા ગુજરાતમાં છેડવામાં આવેલા પાટીદાર આદોંલન બાદથી હજુ સુધી ધારાસભ્યો અને સાંસદોની પ્રોપર્ટીને પણ નુકસાન પહોંચાડી દેવાના કેટલાક બનાવો બન્યા છે. આંકડા પર નજર કરવામાં આવે તો હજુ સુધી સાંસદો અને ધારાસભ્યોની ૧૮ પ્રોપર્ટીને ટાર્ગેટ બનાવીને હુમલા કરવામાં આવ્યા છે. જેમાં પાંચ નિવાસસ્થાન અને ૧૩ ઓફિસનો સમાવેશ થાય છે. ૨૫મી ઓગષ્ટની હિંસક રેલી બાદથી જીએસઆરટીસીની ૧૩૯ બસોને નુકસાન પહોંચાડવામાં આવ્યુ છે. આવી જ રીતે પોલીસ સ્થળો પર હુમલાના ૫૦ બનાવો બની ચુક્યા છે. આવી જ રીતે પોલીસ વાહનોને સળગાવી દેવાના ૫૦ બનાવો બની ચુક્યા છે. ભાજપના નેતાઓ કેટલાક વિસ્તારમાં તો હજુ તકલીફ અનુભવ કરી રહ્યા છે. રાજ્યના પટલે પ્રભુત્વવાળા વિસ્તારોમાં જતા ભય અનુભવ કરી રહ્યા છે. ભાજપના નેતાઓનો બહિષ્કાર જારી રાખવાનો નિર્ણય પાટીદારો કેટલાક વિસ્તારોમાં કરી ચુક્યા છે. મંગળવારના દિવસે પણ વરાછાના ભાજપ ધારાસભ્ય કિશોર કાનાનીને પટેલ સમુદાયના લોકો તરફથી નારાજગીનો સામનો કરવો પડ્યો હતો. હાલમાં ભાજપમાં સામેલ થયેલા બે પાટીદારો દ્વારા તેમને સુરક્ષા આપવામાં આવી હતી. વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે કેટલાક વિસ્તારમાં પાટીદારોના આક્રોશનો ભગ બનવાની ભાજપના નેતાઓને ફરજ પડી રહી છે. મોરબીના ધારાસભ્યને પણ પાસના સભ્યોએ સપ્ટેમ્બરમાં મુશ્કેલીમાં મુકી દીધા હતા. અમિત શાહના સુરત કાર્યક્રમમાં પણ ખલેલ પહોંચાડી દેવામાં આવી હતી. ઓક્ટોબરમાં સાહના કાર્યક્રમમાં પણ દેખાવો કરવામાં આવ્યા હતા. રાજકોટમાં વિજય રૂપાણીના પોસ્ટર પણ ફાડી નાંખવામાં આવ્યા હતા. સૌરાષ્ટ્રમાં પણ નારાજગી જોવા મળી રહી છે. ૨૫મી ઓગષ્ટ ૨૦૧૫ના દિવસે હાર્દિકે જીએમડીસીમાં સભા કર્યા બાદથી પાટીદારો અને ભાજપ વચ્ચે ખેંચતાણની શરૂઆત થઇ ગઇ હતી.
આ ખેંચતાણ હજુ પણ સંપૂર્ણ રીતે દુર થઇ નથી. વર્ષ ૨૦૧૫માં પટેલ પ્રભુત્વવાળા વિસ્તારોમાં ભાજપના નેતાઓએ જ્યારે સ્થાનિક ચૂંટણીને લઇને પ્રચારની શરૂઆત કરી ત્યારે તેમને નારાજગીનો સામનો કરવો પડ્યો હતો. પાટીદારોમાં અને ખાસ કરીને મહિલા પાટીદારો મેદાનમાં આવી ગઇ હતી. જો કે હવે ફરી પાટીદારોનો વિશ્વાસ પર દેખાઇ રહ્યો હોવાના સંકેત મળી રહ્યા છે. પાટીદારો પણ વિભાજિત દેખાઇ રહ્યા છે.

Related posts

ભુપેન્દ્રસિંહ ચુડાસમાની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સંસ્કૃત સપ્તાહ કાર્યક્રમ યોજાયો

editor

તલોદમાં રાહુલ ગાંધીના જન્મદિનની ઉજવણી

editor

ઈડર ટાવરની ઘડિયાળ તૂટી પડી

editor

Leave a Comment

UA-96247877-1