Aapnu Gujarat
ગુજરાત

ઈડર ટાવરની ઘડિયાળ તૂટી પડી

સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં આવેલ ટાવર પરની પ્રાચીન ઘડિયાળ તૂટી પડી છે. ઇડરમાં બેજવાબદાર સત્તાધીશો સત્તા પર આવ્યા છે, ત્યારથી ઇડરના પ્રાચીન સ્મારકો નામશેષ થવા પામ્યા છે. જાણે કે આ વારસાથી તેમને કોઈ લેવાદેવા જ નથી. છેલ્લાં કેટલાંય વર્ષોથી ધારાસભ્યને અને પાલિકાને ઈડર ટાવરના સમારકામ વિશે રજુઆત કરવામાં આવી છતાં કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નહોતી. માત્ર ટાવરની મુલાકાત લઇને વાહવાહીના ફોટા પડાવી ઉતરી પડેલા નેતાઓને ઈતિહાસની ક્યાં પડી છે. મફતમાં મળેલા વારસાની કિંમત બાબુઓને ક્યાંથી હોય, થોડા સમય અગાઉ પ્રાચીન ધુળેટા દરવાજા ક્ષતિગ્રસ્ત થતાં પાલિકાએ સમારકામ કરવાવાને બદલે કચરાના ઢગમાં નાખી દીધા હતાં. જો આ પ્રાચીન સ્મારકો બચાવી લેવા જાગૃત નાગરિકો આગળ નહીં આવે તો આજે ઘડિયાળ તુટી પડી તો’ કાલે ટાવર પણ તુટી પડતા વાર નહીં લાગે તેમ સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે.
(તસવીર / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)

Related posts

ग्राहकों को ऑनलाइन शिकायत करने इंतजार करना होगा : रेरा

aapnugujarat

રાહુલ ગાંધી તમે ભારતને બદનામ કરવાની સોપાંરી લીધી છે ? સમ્બિત પાત્રાનો વેધક સવાલ

aapnugujarat

રૂપાણીના ૧,૪૬૦ દિવસ : ગુજરાતના ૧૦ મુખ્યમંત્રીના શાસનનો રેકોર્ડ તોડનાર મુખ્યમંત્રી

editor

Leave a Comment

UA-96247877-1