Aapnu Gujarat
શિક્ષણ

કોતરવાડા પ્રાથમિક – માધ્યમિક શાળામાં નિઃશુલ્ક ચોપડાનું વિતરણ

વિશ્વમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે જેને નાથવા માટે સરકાર દ્વારા અનેક પ્રકારના નિર્ણય લેવામાં આવી રહ્યા છે પરંતુ આવી કોરોના માહામારીમાં ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકો દરરોજ એક ટંકનું કમાઈને તેમનું ગુજરાન ચલાવતા લોકોને ખુબજ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. જોકે મુશ્કેલીના સમયમાં જીલ્લા અને તાલુકાઓમાં અનેક સેવાભાવી લોકો,સંસ્થાઓ તેમજ સેવાભાવી સંગઠનો દ્વારા અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને લોકોને મદદરૂપ બનવાનું સેવાનું કાર્ય કરવામાં આવ્યું હતું, એવી જ રીતે બનાસકાંઠા જીલ્લાના દિયોદર તાલુકાના કોતરવાડા ગામે સરકારના નિયમ મુજબ શાળાઓ ખોલવામાં આવી છે.
બાળકો વિના શાળાઓ ચાલુ કરવામાં આવી છે જ્યારે સરકારનો આદેશ થશે ત્યારે બાળકો શાળાએ આવતા થશે પરંતુ બાળકો ઘરે બેસી અભ્યાસ કરી શકે એના માટે દરેક વિધાર્થીને ચોપડાઓ બજારમાંથી ખરીદવા પડે છે એના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના વાલીઓ ઉપર આવી મુશ્કેલીના સમયમાં આર્થિક ખર્ચનો ભાર હળવો થઈ શકે એવા હેતુથી કોતરવાડા ગામમાં અભ્યાસ કરતા ધો. ૧ થી ૧૧ના બાળકોને ગામના શિક્ષિત યુવાનો અને દાતાઓ દ્વારા એક લાખથી વધારે કિંમતના ચોપડા નિઃશુલ્ક આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ તમામ ચોપડા ગામની પ્રાથમિક અને માધ્યમિક શાળાના આચાર્યશ્રીઓને આપવામાં આવ્યા છે જે બંને શાળાના સ્ટાફ દ્વારા વ્યવસ્થા કરી તમામ ચોપડાઓનું વિધાર્થીઓને વિતરણ કરવામાં આવશે.
આ પ્રસંગે જી.કે.ટી.એસ. પ્રદેશ મંત્રી મુકેશ ઠાકોરે કહ્યું હતું કે મુશ્કેલીના સમયમાં સેવાભાવીઓ દ્વારા જરૂરિયાતમંદ લોકોને અનાજની કીટો તો આપવામાં આવે છે પરંતુ આ મહામારીના સમયમાં ગામના ગરીબ અને મધ્યમવર્ગના લોકો ઉપર બાળકોના પુસ્તકો અને ચોપડાઓના ખર્ચનો વધારે ભાર ના પડે એવા હેતુથી ગામના તમામ વિધાર્થીઓને નિઃશુલ્ક ચોપડા આપવામાં આવ્યા છે એક બાજુ ધંધા રોજગાર બંધ હોવાના કારણે લોકોને ખૂબ મુશ્કેલી પડી રહી અને બીજી બાજુ મોંઘવારી વધી રહી છે એવા સમયમાં નિઃશુલ્ક ચોપડા આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવાનું સરાહનીય કામ ગામના યુવાનો દ્વારા કરવામાં આવ્યું છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે કોતરવાડામાં સરકાર દ્વારા માધ્યમિક શાળાનું મોટું બિલ્ડીંગ આપવામાં આવ્યું છે પરંતુ ભૌતિક સાધનો, કમ્યુટર લેબ,લાઈબ્રેરી જેવી અનેક પ્રકારની વસ્તુઓ ઘટે છે જે બાબતે સરકારમાં રજુઆત પણ કરવામાં આવી હોવા છતાં હજુ ફાળવણી થઈ નથી જેથી ગામ લોકોના સહકારથી માધ્યમિક શાળામાં ખૂટતી ભૌતિક સુવિધાઓ ઉભી કરવામાં એવી ગામ લોકો સમક્ષ વિનંતી પણ કરવામાં આવી હતી. ત્યારબાદ ઈશ્વર ઠાકોર તેમજ ડોક્ટર ભરત ઠાકોરે કહ્યું હતું કે દરેક તાલુકા દીઠ શિક્ષણ સમિતિ બની છે એવી જ રીતે હવે આપણે બધા યુવાનો મળીને કોતરવાડા ગામમાં પણશિક્ષણ સમિતિ બનાવી એ એટલે ગમેતેવી નાના મોટી શૈક્ષણિક કે સેવાકીય પ્રવૃતિ થઈ શકે જેમાં દિયોદર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અભેસિંહ ચૌહાણ, ડોક્ટર વિક્રમ ઠાકોર, ડોક્ટર ચંદુભાઈ ઠાકોર, નિકુલ ઠાકોર, કોતરવાડા તલાટી કમ મંત્રી રોહિતભાઈ સોની, ભરત ઠાકોર ,કોતરવાડા સરપંચ મગનજી ઠાકોર,ડેલીકટ હરસંગજી ઠાકોર ,સોમાજી ઠાકોર આરોગ્ય કર્મચારી દિલીપભાઈ પઢીયાર ,ભુરાજી ઠાકોર,નાગજીજી ઠાકોર વગેરે સોશિયલ ડિસટન્સિંગ જાળવીને દાતાઓ દ્વારા ચોપડા પ્રાથમિક શાળા તેમજ માધ્યમિક શાળાના આચાર્યને અર્પણ કરવામાં આવ્યા હતાં જ્યારે કોતરવાડા માધ્યમિક શાળાના આચાર્ય સવજીભાઈ તેમજ પ્રાથમિક શાળાના આચાર્યશ્રીએ દાતાઓ નો આભાર વ્યક્ત કર્યો હતો.
(તસવીર / અહેવાલ : રઘુભાઈ નાઈ,દિયોદર)

Related posts

अब जीयू में प्रवेश का तीसरा चरण होगा अब ऑनलाइन

aapnugujarat

ગુજરાત શિક્ષણ પાછળ નાણાં ખર્ચવામાં છેક ૧૬માં ક્રમે

aapnugujarat

ફી સંબંધી પ્રશ્નોના નિકાલ માટે શાળા સંચાલકો સાથે બેઠક યોજાશે : ચુડાસમા

editor

Leave a Comment

UA-96247877-1