Aapnu Gujarat
શિક્ષણ

ફી સંબંધી પ્રશ્નોના નિકાલ માટે શાળા સંચાલકો સાથે બેઠક યોજાશે : ચુડાસમા

હાલમાં જ્યારે રાજ્યની શાળાઓમાં વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ સાથે શિક્ષણ પ્રક્રિયા બંધ છે ત્યારે વિદ્યાર્થીઓની ફી સંબંધે આજે નામદાર હાઈકોર્ટે શાળા સંચાલકો સાથે બેઠક કરીને ફી સંબંધી પ્રશ્નનો ઉકેલ લાવવા જે આદેશ કર્યો છે તે આદેશના પગલે શિક્ષણ વિભાગ ટૂંક સમયમાં જ શાળા સંચાલકો સાથે બેઠક યોજશે તેમ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું.આજે નામદાર હાઈકોર્ટે શાળાઓમાં ફી અંગેની કરવામાં આવેલ પીઆઈએલના સંદર્ભમાં આપેલ વિગતવાર ચુકાદામાં નિર્દેશ કર્યો છે કે બંને પક્ષકારો એટલે કે વાલીઓ અને સંચાલકો બંનેનું હિત જળવાય અને સર્વાનુમતે ફી અંગેના પ્રશ્નોનો સ્વીકાર્ય ઉકેલ લાવવા માટે સરકારે સંચાલકો સાથે બેઠક કરવી જોઈએ અને આ પ્રશ્નનો ઉકેલ લાવવો જોઈએ.નામદાર હાઇકોર્ટે તેના આદેશમાં એમ પણ જણાવ્યું છે કે સંચાલકોએ પણ મન મોટું રાખીને રાજ્ય સરકારને મદદ કરવી જોઈએ.

Related posts

ટેટ – ટાટ પાસ ૫૦ હજાર યુવાનો ભરતીની રાહ જાેઇ રહ્યા છે

editor

शिक्षा क्षेत्र के कई सवालों पर प्रदर्शन, धरणे को मंजुरी नहीं

aapnugujarat

શ્રી શાસ્ત્રી વિદ્યાલય, શિથોલની N.S.S.શિબિર વાઘવા ગામે યોજાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1