Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

જયલલિતા મોત : મુખ્યમંત્રી, રાવ, તબીબો સામે સમન્સની માંગ

તમિળનાડુના પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાના મોતના મામલામાં તપાસ કરનાર જસ્ટિસ એ અરુમુગસ્વામી સમક્ષ નવેમ્બર ૨૦૧૬માં થિરુપારન વિધાનસભા પેટા ચૂંટણીમાં જીત મેળવી ચુકેલા ડીએમકેના ઉમેદવાર પી સરવરણ દ્વારા અરજી કરવામાં આવી છે અને અરજીમાં તમિળનાડુના પૂર્વ રાજ્યપાલ, મુખ્યમંત્રી, તબીબો અને અન્યો સામે સમન્સ જારી કરવાની અપીલ કરી છે. પૂર્વ રાજ્યપાલ સી વિદ્યાસાગર રાવ, મુખ્યમંત્રી પલાનીસામી, નાયબ મુખ્યમંત્રી પનીરસેલ્વમ, સેક્રેટરી જે રાધાકૃષ્ણન, જેલમાં રહેલા અન્નાદ્રમુકના નેતા વી શશીકલા તથા અન્યોને સમન્સ જારી કરવાની અપીલ કરવામાં આવી છે. ઇજા બદલ અપોલો હોસ્પિટલમાં જયલલિતાને સારવાર આપનાર તબીબોને પણ બોલાવવા માટે અપીલ કરવામાં આવી છે. તબીબ સરવરને કહ્યું છે કે, જ્યારે જયલલિતા હોસ્પિટલમાં હતા ત્યારે સારવારને લઇને અપોલો હોસ્પિટલ દ્વારા જુદા જુદા અહેવાલ જારી કરવામાં આવી રહ્યા હતા. મોડેથી જારી કરવામાં આવેલા સારવાર અંગેના અહેવાલમાં વિરોધાભાષની સ્થિતિ જોવા મળી હતી. પોતાની અરજીમાં સરવરણે અનેક પ્રશ્નો ઉઠાવ્યા હતા. અન્નાદ્રમુકના ઉમેદવારની તરફેણમાં ચૂંટણી પ્રતિક ફાળવવાને લઇને પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. તે વખતે જયલલિતા બેભાન સ્થિતિમાં હોવાની બાબત પણ આવી ચુકી છે. ૨૨મી ઓક્ટોબર ૨૦૧૬ના દિવસે અપોલો હોસ્પિટલની મુલાકાત લીધા બાદ વિદ્યાસાગર રાવ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન સામે પણ તેઓએ વાંધો ઉઠાવ્યો હતો. ત વખતે વિદ્યાસાગર રાવે કહ્યું હતું કે, જયલલિતાની તબિયત સુધારા પર છે. ૫મી ડિસેમ્બર ૨૦૧૬ના દિવસે જયલલિતાનું અવસાન થયું હતું. ૭૦ દિવસ સુધી અપોલો હોસ્પિટલમાં સારવાર લીધા બાદ તેમનું અવસાન થયું હતું.

Related posts

જેટ એરવેઝને દેવાથી બચાવી લેવા માલ્યાનું સૂચન

aapnugujarat

तेजस्वी ने सरकारी बंगले में किया गृहप्रवेश

aapnugujarat

રાશનકાર્ડ મામલે મોદી સરકારનો સૌથી મોટો નિર્ણય

editor

Leave a Comment

UA-96247877-1