Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

જેટ એરવેઝને દેવાથી બચાવી લેવા માલ્યાનું સૂચન

જેટ એરવેઝના ચેરમેન પદથી નરેશ ગોયેલે રાજીનામુ આપી દીધા બાદ શરાબ કારોબારી વિજય માલ્યાએ કહ્યું છે કે, બેંક તેમના પૈસાને પરત લઇ શકે છે અને સંકટમાં ફસાયેલા જેટ એરવેઝને બચાવી શકે છે. જેટ એરવેઝને દેવાથી બચાવી લેવા માલ્યાએ કહ્યું છે. વિજય માલ્યાએ કહ્યું છે કે તેમના પૈસાનો ઉપયોગ કરવામાં આવી શકે છે. માલ્યાએ ટિ્‌વટ કરીને કહ્યું છે કે, સરકારી બેંકોએ તેમનાથી નાણા લઇ લેવા જોઇએ જેથી જેટની મદદ કરી શકાય. કરદાતા તરફથી ૧૫૦૦ કરોડ રૂપિયાની મદદ જેટ એરવેઝને અપાવવા માટે નરેશ ગોયેલ અને તેમના પત્નિ અનિતા સહિત ઘણા લોકોએ કંપનીના હોદ્દામાથી રાજીનામા આપી દીધા છે. એક પછી એક કેટલાક ટિ્‌વટ કરીને વિજય માલ્યાએ કહ્યું છે કે, જેટ એરવેઝની જેમ જ તેમની કંપનીની પણ મદદ થવી જોઇએ. આ જોઇને ખુશી થઇ છે કે, સરકારી બેંકોએ જેટ એરવેઝને બેલઆઉટ પેકેજ આપ્યું છેજેથી નોકરી, કનેક્ટીવીટી અને સંસ્થાઓને બચાવી શકાશે. કિંગફિશર માટે આવા જ બેલઆઉટ પેકેજની જરૂર હતી. બેંકોને રકમ પરત કરવાની ઓફર કરતા માલ્યાએ કહ્યું છે કે, તેઓ કર્ણાટક હાઈકોર્ટની સમક્ષ પોતાની લિક્વીડ સંપત્તિ રજૂ કરી ચુક્યા છે જેથી સરકારી બેંકો અને અન્ય કરદાતાઓને રકમ આપી શકાય છે. બેંકો તેમના પૈસા લઇ રહી નથી. સરકારી બેંકોના ૯૦૦૦ કરોડ રૂપિયાનું દેવું થયા બાદ આ નાણા લઇને શરાબ કારોબારી વિજય માલ્યા ફરાર થઇ ગયા હતા. કંપની અને કર્મચારીઓને બચાવવા માટે કિંગફિશર એરલાઈન્સના ૪૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. અત્રે નોંધનીય છે કે, જેટ એરવેઝના ચેરમેન નરેશ ગોયેલ અને તેમના પત્નિ અનિતા ગોયેલે ગઇકાલેે બોર્ડમાંથી રાજીનામા આપી દીધા હતા. નરેશ ગોયેલે કંપનીના ચેરમેન પદેથી પણ રાજીનામુ આપી દીધું છે. આ પહેલા ગોયેલે પોતે રાજીનામુ આપી દેવાની ઓફર કરી હતી. નરેશ ગોયેલ જેટ એરવેઝના મુખ્ય પ્રમોટરો પૈકી એક છે. સંકટ વચ્ચે કર્મચારીઓને ભાવનાશીલ પત્ર લખીને કહ્યું હતું કે, તેઓ કોઇપણ બલિદાન આપવા માટે તૈયાર છે.
જેટે બોમ્બે સ્ટોક એક્સચેંજને આપેલી માહિતીમાં કહ્યું છે કે, એસબીઆઈના નેતૃત્વમાં જેટના કરદાતા ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ મારફતે કંપનીમાં ૧૫૦૦ કરોડ રૂપિયા આપશે. જેટે એમ પણ કહ્યું છે કે, કરદાતાઓના નેતૃત્વમાં એક વચગાળાના મેનેજમેન્ટ કમિટિની રચના કરવામાં આવી ચુકી છે. જે કંપનીના દરરોજના કામકાજ અને કેસ ફ્લો ઉપર નજર રાખશે. જેટ એરવેઝના કરદાતાઓએ કંપનીના અંકુશને હાથમાં લઇ લીધા બાદ આને લઇને ચર્ચા ચાલી રહી છે. ૧.૧૪ કરોડ શેર જારી કરવામાં આવ્યા છે.

Related posts

લોકો ભારતીય સેનાને નોકરીનું માધ્યમ ન સમજેઃ બિપીન રાવત

aapnugujarat

FPI દ્વારા ૮ સેશનમાં ૮૫૦૦ કરોડ ઠલવાયા

aapnugujarat

બજેટમાં આરોગ્યને લગતી શ્રેણીબદ્ધ જાહેરાત : દેશની ૪૦ ટકા વસ્તીને સરકારી હેલ્થ વિમો મળશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1