Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

બજેટમાં આરોગ્યને લગતી શ્રેણીબદ્ધ જાહેરાત : દેશની ૪૦ ટકા વસ્તીને સરકારી હેલ્થ વિમો મળશે

નાણામંત્રી અરુણ જેટલીએ બજેટમાં આરોગ્ય અને રોજગાર તેમજ વેપાર ક્ષેત્રે અનેક જાહેરાતો કરી હતી જેનાં ભાગરુપે દેશમાં ૨૪ નવા મેડિકલ કોલેજ શરૂ કરવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, દેશમાં વધુ તબીબોની જરૂર દેખાઈ રહી છે જેના ભાગરુપે વધુ મેડિકલ કોલેજોની પણ જરૂર છે. આ બાબતને ધ્યાનમાં લઇને નવી મેડિકલ કોલેજો શરૂ કરવામાં આવી રહી છે. ફ્લેગશીપ રાષ્ટ્રીય આરોગ્ય સંરક્ષણ યોજનાની શરૂઆત કરવાની પણ તેઓએ જાહેરાત કરી હતી. જેટલીએ આરોગ્ય સેવાઓ માટે આયુષ્યમાન ભારત યોજના માટેની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ૧૦ કરોડ ગરીબ પરિવારો માટે પાંચ લાખ રૂપિયા પ્રતિ વર્ષની હોસ્પિટાલાઇઝેશનની સુવિધા સરકાર તરફથી કરવામાં આવશે. ટીબીના દર્દીઓને સરકાર તરફથી દર મહિને ૫૦૦ રૂપિયા આપવામાં આવશે. આરોગ્યના ક્ષેત્રની વાત કરતા જેટલીએ કહ્યું હતું કે, આરોગ્યના ક્ષેત્રમાં સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. વ્યક્તિ સ્વસ્થ્ય રહેશે તો જ દેશ વધુ ઝડપથી વિકાસ કરી શકશે તેમ સરકાર નક્કરપણે માને છે. રોજગાર અને વેપારના ક્ષેત્રે વાત કરતા જેટલીએ કહ્યું હતું કે, આ વર્ષે ૭૦ લાખ નોકરીઓનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. ૫૦ લાખ યુવાનોને નોકરી માટે ટ્રેનિંગ આપવામાં આવશે. રોજગારમાં મહિલાઓની ભાગીદારીને વધારવા માટે પણ શ્રેણીબદ્ધ પગલા લેવામાં આવશે. વેપાર શરૂ કરવા માટે સરકાર ત્રણ લાખ કરોડ ફંડ આપશે. મુદ્રા યોજના હેઠળ ત્રણ લાખ કરોડ રૂપિયા લોન આપવાની યોજના તૈયાર કરવામાં આવી છે. આરોગ્ય અને રોજગાર ક્ષેત્રમાં વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. હેલ્થ સેક્ટરને મોટી રાહત આપવામાં આવી છે. જેટલીએ દાવો કર્યો હતો કે, દેશની ૪૦ ટકા વસતીને સરકારી હેલ્થ વિમા હેઠળ આવરી લેવામાં આવશે. નેશનલ હેલ્થ પ્રોટેક્શન સ્કીમ લોંચ કરવામાં આવશે. દરેક પરિવારને પાંચ લાખ રૂપિયા મેડિકલ ખર્ચ માટે મળશે. મુદ્રા યોજનાથી ૧૦.૩૮ કરોડ લોકોને સીધો ફાયદો થઇ રહ્યો છે. ૫૦ લાખથી વધુ યુવાનોને નોકરી માટે શિક્ષણ આપવાથી તેમને રોજગારી આપી શકાશે. મહિલા કર્મચારીઓ માટે પીએફ કાપ ૮ ટકા રહેશે. જેથી હાથમાં મહિલાઓને વધારે પગાર આવશે. મુદ્રા યોજના હેઠળ જંગી લોન આપવામાં આવનાર છે. ૩૭૯૪ કરોડ રૂપિયા મધ્યમ, લઘુ અને નાના ઉદ્યોગોને આપવાથી ફાયદો થશે. ટીબીના દર્દીઓ માટે ૬૦૦૦ કરોડ રૂપિયાની રકમ મંજુર કરવામાં આવી રહી છે. ભાષણના પાર્ટબીમાં જેટલીએ સ્વરોજગાર સાથે જોડાયેલી યોજનાઓની જાહેરાત કરી હતી. સરકાર સ્વસર્જન આરોગ્ય કવરેજને લઇને ગંભીર છે. દરેક ત્રણ સંસદીય ક્ષેત્ર વચ્ચે એક મેડિકલ કોલેજ શરૂ કરાશે. આરોગ્ય માટે ૧.૫ લાખ આરોગ્ય સેન્ટર સ્થાપિત કરાશે. હેલ્થ વેલનેસ સેન્ટર માટે ૧૨૦૦ કરોડ રૂપિયા જારી કરાશે.

Related posts

દેશમાં કોરોનાએ રફ્તાર પકડી : ૨૪ કલાકમાં ૪૭,૦૦૦ નવા કેસ

editor

भारत -जर्मनी के बीच एक नए संबंध की हो सकती है शुरुआत

aapnugujarat

જેટ એરવેઝ મામલે સરકારના હસ્તક્ષેપની ફડણવીસે કર્મચારીઓને ખાતરી આપી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1