Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

પેટ્રોલ-ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીમાં બે રૂપિયાનો ઘટાડો

નાણાંપ્રધાન અરૂણ જેટલીએ સામાન્ય બજેટ રજુ કર્યું હતું જેમાં સરકારે મોટો નિર્ણય લેતા પેટ્રોલ અને ડિઝલ ઉપર બે રૂપિયા એક્સાઇઝ ડ્યુટી ઘટાડવાનો નિર્ણય કર્યો હતો. આનાથી પેટ્રોલ અને ડીઝલ બે રૂપિયા સસ્તુ થઇ ગયું છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઇલની કિંમત વધવાના પરિણામ સ્વરુપે તથા ભારતીય રૂપિયામાં નબળાઈના પરિણામ સ્વરુપે પેટ્રોલ અને ડિઝલની કિંમતોમાં વધારો થઇ રહ્યો છે. આઈઓસીની વેબસાઇટથી મળેલા આંકડા મુજબ દિલ્હીમાં ગયા મહિને એટલે કે જાન્યુઆરી મહિનામાં પેટ્રોલની કિંમતમાં ૨.૯૫ રૂપિયાનો વધારો થયો હતો. સરકારે એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કરવામાં આવ્યા બાદ સામાન્ય લોકોને પેટ્રોલ ડીઝલમાં ચોક્કસપણે રાહત મળી છે. સરકારે પેટ્રોલ ઉપર એક્સાઇઝ ડ્યુટી બે રૂપિયા ઘટાડીને ૪.૪૮ રૂપિયા પ્રતિલીટર કરી દીધી છે. બીજી બાજુ ડિઝલ ઉપર એક્સાઇઝ ડ્યુટી બે રૂપિયા ઘટાડીને ૬.૩૩ રૂપિયા પ્રતિ લીટર કરી દીધી છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ત્રણ પરિબળોના આધાર પર પેટ્રોલ અને ડિઝલના ભાવ નક્કી કરે છે. સૌથી પહેલા ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડની કિંમતોને ધ્યાનમાં લેવામાં આવે છે ત્યારબાદ દેશમાં આયાત કરવામાં આવતા ક્રૂડની કિંમતને ધ્યાનમાં લેવામાં આવશે. આયાત કરતી વેળા ભારતીય રૂપિયાની ડોલર સામે કિંમતને ધ્યાનમાં લેવામાં આવે છે.
આ ઉપરાંત ઇન્ટરનેશનલ માર્કેટમાં પેટ્રોલ-ડીઝલના ભાવ શું રહેલા છે તે બાબત પણ મહત્વપૂર્ણ છે. એમ માનવામાં આવી રહ્યું હતું કે, બજેટમાં પેટ્રોલ અને ડિઝલને જીએસટી હેઠળ લેવાના પ્રયાસ થશે પરંતુ આવી કોઇ જાહેરાત કરાઈ નથી પરંતુ પેટ્રોલ અને ડીઝલ ઉપર એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કરવાનો નિર્ણય કરાયો હતો. આને ખુબ મોટા નિર્ણય તરીકે જોવામાં આવે છે. આનાથી કરોડો લોકોને સીધીરીતે ફાયદો થશે. પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોથી મધ્યમ વર્ગના લોકો પરેશાન હતા.

Related posts

FPI ने अगस्त महीने में घरेलू पूंजी बाजार से 8,319 करोड़ की शुद्ध निकासी की

aapnugujarat

मैं पश्चिम बंगाल को गुजरात नहीं बनने दूंगी : सीएम ममता

aapnugujarat

દેશમાં મોદી કેર ઉપર વાર્ષિક ૧૧૦૦૦ કરોડનો ખર્ચ થશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1