Aapnu Gujarat
બિઝનેસ

દેશમાં મોદી કેર ઉપર વાર્ષિક ૧૧૦૦૦ કરોડનો ખર્ચ થશે

મોદી સરકારના અંતિમ પૂર્ણ બજેટમાં દેશના ૧૦ કરોડ પરિવારના ૫૦ કરોડ લોકોને પ્રતિવર્ષ ૫ લાખ રૂપિયાના આરોગ્ય વિમા આપવાની જાહેરાત કરવામાં આવી છે. એક અધિકારીએ માહિતી આપતા કહ્યું છે કે, આના ઉપર કેન્દ્ર અને રાજ્ય સરકારને વાર્ષિક ૧૧૦૦૦ કરોડ રૂપિયા ખર્ચ કરવા પડશે. દુનિયાની સૌથી મોટી આરોગ્ય વિમા યોજનાને મોદી કેરનું નામ આપવામાં આવી રહ્યું છે. સરકારે આ યોજના માટે નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯ના બજેટમાં ૨૦૦૦ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે પરંતુ અધિકારીઓએ કહ્યું છે કે, યોજનાની શરૂઆત બાદ વધારે ફંડની વ્યવસ્થા કરવામાં આવશે. હાલના સમયમાં કેટલીક રાજ્ય સરકારો આરોગ્ય વિમા જેવી સુવિધાઓના લાભ આપી રહી છે પરંતુ ખુબ નાના સ્તર પર અથવા તો આને યોગ્યરીતે લાગૂ કરવામાં આવી રહી નથી. આ મામલા સાથે સીધીરીતે જોડાયેલા લોકોનું કહેવું છે કે, પ્રતિ પરિવાર ઇન્સ્યોરન્સ ખર્ચ ૧૧૦૦ રૂપિયા રહેશે. સરકારનું કહેવું છે કે, દુનિયાની સૌથી મોટી સરકારી હેલ્થ કેર યોજના છે. જો કે ટિકાકારોનું કહેવું છે કે, ૨૦૧૮-૧૯ માટે ૨૦૦૦ કરોડ રૂપિયા ફંડની રકમ પુરતા પ્રમાણમાં નથી. આ યોજના માટે દર વર્ષે ૧૧૦૦૦ કરોડની જરૂર પડશે. આમા ૭૦૦૦ કરોડ રૂપિયા કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવશે. બાકીની રકમની વ્યવસ્થા ૨૯ રાજ્યો તરફથી કરવામાં આવશે. તેમણે કહ્યું છે કે, આવનાર મહિનાઓમાં યોજનાની ઝીણવટભરી બાબતો ઉપર કામ થશે. કેન્દ્ર સરકાર વધુ પાંચ હજાર કરોડ રૂપિયાની વ્યવસ્થા કરશે. સરકારી હેલ્થ કંપનીઓ પ્રોગ્રામને ફંડ આપવા માટે તૈયાર દેખાઈ રહી છે. જનઆરોગ્ય સેવામાં સુધારની દિશામાં સરકાર ઝડપથી આગળ વધી રહી છે.

Related posts

સોના ચાંદીના ભાવમાં આવ્યો બદલાવ, જાણો થોડોક નવા રેટ્સ

aapnugujarat

ઈન્ફોસીસનાં નવા સીઈઓ સલીલ પારેખ ૧૬ કરોડનો વાર્ષિક પગાર લેશે

aapnugujarat

મ્યુચ્યુઅલ ફંડ સંપત્તિ બેઝનો આંક ઓક્ટોબરમાં વધી ગયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1