Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

FPI દ્વારા ૮ સેશનમાં ૮૫૦૦ કરોડ ઠલવાયા

વિદેશી મૂડીરોકાણકારોએ ક્રૂડ ઓઇલની કિંમતમાં સુધારા, રૂપિયામાં સ્થિરતા અને કોર્પોરેટ કમાણીના સારા આંકડાના પરિણામ સ્વરુપે છેલ્લા આઠ કારોબારી સેશનમાં મૂડી માર્કેટમાં ૮૫૦૦ કરોડથી વધુની રકમ ઠાલવી દીધી છે. ઇક્વિટી અને ડેબ્ટ માર્કેટમાં છેલ્લા મહિનામાં પણ ૨૩૦૦ કરોડ રૂપિયાની નેટ રકમ ઠાલવવામાં આવી હતી. છેલ્લા ત્રણ મહિનાના ગાળામાં જ મૂડી માર્કેટમાંથી ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટરો દ્વારા ૬૧૦૦૦ કરોડથી વધુની રકમ પાછી ખેંચી લેવામાં આવી હતી. એપ્રિલ-જૂનના ત્રણ મહિનાના ગાળા દરમિયાન મૂડી માર્કેટમાંથી જંગી રકમ પાછી ખેંચવામાં આવી હતી. તે પહેલા વિદેશી મૂડીરોકાણકારોએ માર્ચ મહિનામાં ૨૬૬૨ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા હતા. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, આ વર્ષે જાન્યુઆરી મહિનાના અંતમાં ડોલર સામે રૂપિયામાં ઉલ્લેખનીયરીતે ઘટાડો થઈ ચુક્યો છે. રૂપિયો પહેલાથી જ આ જાન્યુઆરી મહિના બાદથી આઠ ટકા સુધી ઘટી ચુક્યો છે. વૈશ્વિક બજારોમાં ક્રૂડ ઓઇલની ઉંચી કિંમતો, રિટેલ ફુગાવામાં અવિરત વધારો, ડોલર સામે રૂપિયામાં પડતી, અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધુ વધારો કરવાના સંકેત તથા વૈશ્વિક શક્તિઓ વચ્ચે ગ્લોબલ ટ્રેડવોરને લઇને દહેશત પ્રવર્તી રહી છે. આ તમામ કારણોસર વિદેશી મૂડીરોકાણકારો નાણા પરત ખેંચવાના મૂડમાં દેખાઈ રહ્યા છે અને રોકાણ કરવા માટે ઇચ્છુક નથી. વિદેશી મૂડીરોકાણકારોની પ્રવૃત્તિ ઉપર શેરબજાર અને અન્યોની પણ નજર રહે છે.
તાજેતરના સમયમાં ફુગાવામાં વધારો થવાની દહેશત મુખ્ય રીતે જવાબદાર રહી છે. અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડવોરને લઇને પણ વૈશ્વિક સંસ્થાકીય મૂડીરોકાણકારો પરેશાન થયેલા છે. રોકાણ કરતા પહેલા વૈશ્વિક ટ્રેડવોરની સ્થિતિ હળવી બને તેવી અપેક્ષા આ લોકો રાખી રહ્યા છે. અમેરિકામાં કઠોર પોલિસીના કારણે પણ ભારત ઉપર અસર થઇ રહી છે. મોર્નિંગ સ્ટારમાં મેનેજર રિસર્ચ હિમાંશુ શ્રીવાસ્તવનું કહેવું છે કે ક્રુડ ઓઈલની કિંમતો, ફુગાવાને લઈને અફડાતફડી જેવા પરીબળોની અસર પણ જોવા મળી શકે છે.નવેસરના આંકડા દર્શાવે છે કે, પહેલી ઓગસ્ટથી ૧૦મી ઓગસ્ટ વચ્ચેના ગાળામાં વિદેશી મૂડીરોકાણકારોએ ઇક્વિટીમાં ૨૩૭૩ કરોડ રૂપિયા ઠાલવ્યા છે જ્યારે ડેબ્ટ માર્કેટમાં ૬૨૦૮ કરોડ રૂપિયા ઠાલવ્યા છે. આની સાથે જ કુલ રોકાણનો આંકડો ૮૫૮૧ કરોડનો રહ્યો છે. વિદેશી મૂડીરોકાણકારોએ જુદા જુદા પરિબળોને ધ્યાનમાં લીધા છે. ઉભરતા માર્કેટમાં ભારતે સ્થિરતા દર્શાવી છે. આઈએમએફની આગાહી મુજબ ભારતનું આર્થિક આઉટલુટ જોરદારરીતે સુધરી રહ્યું છે. ઓગસ્ટમાં બેંચમાર્ક બોન્ડનો આંકડો ૭.૭૮ ટકા રહ્યો હતો.

Related posts

સોફ્ટવેર કંપનીઓ આ વર્ષે ઓછો પગાર વધારો કરશે

aapnugujarat

જીએસટીમાં સુધારા સાથે નવા માળખાનું કોંગી વચન આપશે

aapnugujarat

આરબીઆઈ એનપીએ પર ૨૩ મે પહેલા નવી ગાઈડલાઈન્સ બહાર પાડે તેવી શકયતા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1